વિશ્વયુદ્ધ પછી જર્મનીના ઇતિહાસમાં સૌથી ભયંકર હત્યાકાંડ આચરનાર સીરીયલ કિલર નર્સને ગુરુવારે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે કાતિલ નર્સને પર્વે ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાને ખારી જ કરી અજીવન કારાવાસની શખ્ત સજા ફટકારતા કાળઝુ કંપાવી દેનાર ભૂતકાળ ફરી જીવંત થઇ ઉઠ્યો છે.
200 દર્દીઓની હત્યા કર્યાનો પોલીસને છે અંદેશો

જર્મનીની 42 વર્ષીય નર્સ દ્રારા વર્ષ 2000 થી 2005 વચ્ચેનાં સમય ગાળામાં પોતે જે હોસ્પીટલમાં કામ કરતી. ત્યાર સારવાર લઇ રહેલા દર્દીને પસંદગી કરી ઘાતક ઝારનાં ઇન્જેક્શનનો આપી ઊંઘમાં જ મારી મોતને ઘાટ ઉતારી દેતી હતી. પોલીસના અંદાજ પ્રમાણે નર્સે લગભગ 200 કરતા વધુ દર્દીને ઝેરનાં ઇન્જેક્શન આપી મારી નાખ્યા હોવાનું અનુમાન છે. પરંતુ મૃત દેહને ડિસ્પોઝ કરી દેવાયા હોવાથી ફક્ત 85 હત્યા જ સાબિત કરી શકાય છે.
જજ હત્યાકાંડને માનવીય કલ્પના બહારનો ગણાવ્યો

નોર્ધન ઓલ્ડનબર્ગની પ્રાદેશિક અદાલતનાં ન્યાયાધીશ સેબાસ્ટિયન બર્મન દ્રારા આ હત્યાકાંડ માનવીય ક્લ્પના શક્તિ બહારનો હોવાનું જણીવી તમામ મૃતકનાં પરિવાર જનોની માફી માંગી ખેદ પ્રકટ કરવામા આવ્યો હતો. તો વ્યક્તિની કલ્પનાથી પર એવા આ હત્યાકાંડને આચરનાર સીરીયલ કિલર નર્સ “નીલસ હેગલ“એ મૃતકોનાં પરિવારને તેને માફ કરી દેવા અનુરોધ કરતા કહ્યુંં કે મારાથી આ કૃત્ય થઇ ગયું માને માફ કરી દો.
હત્યાકાંડ ઉપરી આમ ઉઠ્યો પર્દો!!!

નર્સ “નીલસ હેગલ”ને 2005માં ડેલમોહોર્સ્ટમાંથી પકડવામાં આવી હતી. નર્સ સામે દર્દીને ડૉક્ટરની ભલામણ વિના જ ઝેરી દવાનાં ઇન્જેક્શન આપી મારી નાંખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો અને દર્દીઓને મોતને ઘટ ઉતારવાની સજાના રુપમાં 2008માં તેને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી વર્ષ 2014-16માં પણ અન્ય દર્દીઓનાં પીડિતો પરિવારોએ નર્સ સામે હત્યાનો દાવો કર્યો હતો. ત્યારે પણ કાતિલ નર્સને વધુ 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તો ઓક્ટોબર- 2018માં ત્રીજી સુનાવણીમાં પોસીલ દ્રારા 130 જેટલા મૃત દેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને વિસ્તૃત તપાસ બાદ પોલીસને પણ આશંકા છે કે આ મહાકતિલ સીરીયલ કિલર નર્સ દ્રારા અંદાજે 200 કરતા વધુ લોકોને મોતને ઘટ ઉતારવામાં આવ્યા છે, પુરાવા અને મૃતદેહનાં અભાવમાં ફક્ત 85 હત્યા જ સાબિત કરી શકાય છે. જજ સેબાસ્ટિયનએ કહ્યું કે અમે તે તમામ હત્યાઓની તપાસ કરીશું અને હકીકતો બહાર લાવવા પ્રયાસ કરીશું પરંતુ આ કામ ઘાસનાં ઢગમાં ચોઇ શોધવા જેવું છે.
