Not Set/ પીપાવાવ પોર્ટ પરથી કરોડોના GST રિફંડ ચાંઉ કરી જવાનાં કૌભાંડનો પર્દાફાશ

જામનગર કસ્ટમ વિભાગે પીપાવાવ પોર્ટ પરથી કરોડો ના GST રિફંડ પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ત્યારે કચ્છના મુન્દ્રા બંદરે પણ આવી રીતે કૌભાંડ આચરાયું હોવાનું ખુલવા પામ્યું છે. કસ્ટમના ચોપડે લો વેલ્યુનો માલ હાઇ વેલ્યૂનો બતાવી, તેને દુબઇ એક્સપોર્ટ કરી કરોડો રૂપિયાનું GST રીફંડ ચાંઉ કરી જવાના કૌભાંડનો જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટે પીપાવાવ પોર્ટ પર […]

Gujarat Others

જામનગર કસ્ટમ વિભાગે પીપાવાવ પોર્ટ પરથી કરોડો ના GST રિફંડ પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ત્યારે કચ્છના મુન્દ્રા બંદરે પણ આવી રીતે કૌભાંડ આચરાયું હોવાનું ખુલવા પામ્યું છે.

કસ્ટમના ચોપડે લો વેલ્યુનો માલ હાઇ વેલ્યૂનો બતાવી, તેને દુબઇ એક્સપોર્ટ કરી કરોડો રૂપિયાનું GST રીફંડ ચાંઉ કરી જવાના કૌભાંડનો જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટે પીપાવાવ પોર્ટ પર પર્દાફાશ કર્યો હતો. ગત ફેબ્રુઆરીમાં આ જ મોડસ ઓપરેન્ડીથી કચ્છના મુંદરા પોર્ટ પર પણ આવું જ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. કૌભાંડીઓએ મુંદરા પોર્ટ પરથી 8 શિપમેન્ટ દુબઇ મોકલ્યા હતા. અને તે પેટે અંદાજે બેથી અઢી કરોડ રૂપિયાનું રીફંડ પણ મેળવી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે ,પીપાવાવ પોર્ટ પરથી ઓછી કિંમતના વૉલપેપરની ખૂબ જ ઊંચી કિંમત બતાવી દુબઇ એક્સપોર્ટ કરવાના નામે સમગ્ર કારસો રચાયો હતો કસ્ટમે ફોરવર્ડિંગ એજન્ટ યોગેશ કે. ગોરડિયાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા એવી કબૂલાત કરી હતી કે,  પીપાવાવ પોર્ટ પરથી કુલ 33 શિપિંગ દુબઇ મોકલવાના હતા. જેમાંથી 13 શિપિંગ દુબઇ જવા રવાના કરી દેવાયા હતા અને 8 શિપિંગ બિલનો માલ પોર્ટ પર હતો તેમજ 12 શિપિંગ બિલનો માલ ગોડાઉનમાં હતો. આથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે પોર્ટ પર રહેલો 8 શિપિંગ બિલનો માલ અને ગોડાઉનમાં રહેલો 12 શિપિંગ બિલનો માલ મળી કુલ 28 કરોડનો માલ સીઝ કરી દીધો હતો. કૌભાંડીઓનો 33 શિપિંગ બિલમાં કુલ 40.22 કરોડનો માલ દુબઇ એક્સપોર્ટ કરી તેના પર 7.24 કરોડ રૂપિયાનું જીએસટી રીફંડ મેળવવાનો કારસો હતો.