Not Set/ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર વિરુદ્ધ આજે બ્લેક ડે મનાવશે ભાજપ

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા બંધ થઈ રહી નથી. અહીં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં ઝંડો હટાવવાનાં મુદ્દે ભાજપ અને તૃણમૂલ કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ખાનગી ગોળીબારમાં ભાજપનાં 5 અને તૃણમૂલનાં એક કાર્યકરનાં મોત થયા હતાં. બશીરહાટનાં સંદેશખલી વિસ્તારમાં […]

Top Stories India

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા બંધ થઈ રહી નથી. અહીં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં ઝંડો હટાવવાનાં મુદ્દે ભાજપ અને તૃણમૂલ કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ખાનગી ગોળીબારમાં ભાજપનાં 5 અને તૃણમૂલનાં એક કાર્યકરનાં મોત થયા હતાં. બશીરહાટનાં સંદેશખલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયેલી અથડામણમાં માર્યા ગયેલા કાર્યકરોનાં વિરોધમાં ભાજપે આજે 12 ક્લાક બંધ અને બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી શરૂ થયા પહેલાથી લઇને પરિણામો આવ્યા બાદ એટલે કે આજનાં દિવસે પણ હિંસાની ઘટનાઓ બંધ થઇ રહી નથી. કેન્દ્ર સરકારે રાજ્યમાં બગડી રહેલા કાયદા વ્યવસ્થાને લઇને રાજ્ય સરકારને ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) અને ભાજપમાં અવાર-નવાર તણાવ અને જપાજપીનાં સમાચાર સામે આવી રહ્યા છે. જે બાદ ગૃહ મંત્રાલયે બંગાળ સરકારને એડવાઇજરી જાહેર કરતા ચેતવણી આપી છે. વળી બંગાળ પોલીસ સાથે ટક્કર થયા બાદ ભાજપ આજે બંગાળમાં બ્લેક ડે મનાવી રહી છે.

પશ્ચિમ બંગાળનાં ગવર્નર કેશરીનાથ ત્રિપાઠીએ કહ્યું છે કે, વડા પ્રધાન મોદી સાથે તેમની શિષ્ટાચાર મુલાકાત છે. તેને અન્ય વિષયોમાં ઉમેરીને જોવામાં ન આવે. બીજી બાજુ, વડા પ્રધાન મોદીની ગવર્નર સાથેની મુલાકાત વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

તૃણમૂલ કોગ્રેસે દાવો કર્યો છે કે, તેના એક સમર્થકની હત્યા ભાજપના કાર્યકરો દ્વારા કરી નાખવામાં આવી છે. જિલ્લાના પાર્ટી પ્રમુખ અને વરિષ્ઠ મંત્રી જ્યોતિપ્રિયો મુલ્લિકે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ અમારા કાર્યકર કયુમ મોલ્લાહની ગોળી મારી હત્યા કરી હતી. કયુમ પાર્ટીની મિટિંગમાં જઇ રહ્યો હતો ત્યારે તેના પર પહેલાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. તેણે નાસી છૂટવાનો પ્રયાસ કરતાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. ભાજપ અમારા જિલ્લામાં વાતાવરણ ડહોળીને શાંતિભંગ કરવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર 24 પરગણામાં શનિવારે થયેલી જપાજપી બાદ ભાજપ કાર્યકર્તાઓનાં અંતિમ સંસ્કારને લઇને બંગાળ પોલીસ અને નેતાઓ વચ્ચે તણાવની સ્થિતિ બની ગઇ હતી. રવિવારે બશીરહાટમાં અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલય લઇને જઇ રહેલા શવોને પોલીસે રોક્યા હતા, ત્યારબાદ પોલીસ પર મનમાની કરવાનો આરોપ લગાવતા ભાજપે સોમવારે બશીરહાટમાં 12 કલાકોનું બંધ અને સમગ્ર બંગાળમાં બ્લેક ડે મનાવવાનું એલાન કર્યુ.