Not Set/ યુપી બાર કાઉન્સીલનાં અધ્યક્ષ દરવેશ યાદવની જાહેરમાં હત્યા, દોષીએ પોતાને પણ મારી ગોળી

ઉત્તર પ્રદેશની બાર કાઉંસિલની અધ્યક્ષ દરવેશ યાદવની ગઇ કાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ન્યૂ આગરા સ્થિત દીવાની પરિસરમાં હમલાવરે એક પછી એક ત્રણ ગોળી મારી દીધી. આગરાની અધિવક્તા દરવેશ સિંહની યુપી બાર કાઉંસિલની પહેલી મહિલા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તે બુધવારે આગરા પહોચ્યા હતા, જ્યા દીવાની પરિસરમાં તેમનો સ્વાગત કાર્યક્રમ ચાલી […]

Top Stories India

ઉત્તર પ્રદેશની બાર કાઉંસિલની અધ્યક્ષ દરવેશ યાદવની ગઇ કાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ન્યૂ આગરા સ્થિત દીવાની પરિસરમાં હમલાવરે એક પછી એક ત્રણ ગોળી મારી દીધી.

આગરાની અધિવક્તા દરવેશ સિંહની યુપી બાર કાઉંસિલની પહેલી મહિલા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તે બુધવારે આગરા પહોચ્યા હતા, જ્યા દીવાની પરિસરમાં તેમનો સ્વાગત કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સુત્રોનાં જણાવ્યા મુજબ દરવેશ યાદવ વરિષ્ઠ અધિવક્તા અરવિંદ કુમાર મિશ્રાનાં ચેમ્બરમાં બેઠેલા હતા. પ્રત્યક્ષ દર્શિઓનું કહેવુ છે કે, એડવોકેટ મનીષ શર્મા યુપી બાર કાઉંસિલની અધ્યક્ષ દરવેશ સિંહની પાસે  પહોચ્યા. તેણે એક પછી એક ત્રણ રાઉંડ ફાયરિંગ કર્યુ, ગોળી વાગ્યા બાદ દરવેશ ત્યા જ પડી ગયા હતા. દરવેશ યાદવને ગોળી માર્યા બાદ મનીષ શર્માએ પોતાને પણ ગોળી મારી દીધી હતી.

દરવેશ યાદવને ગંભીર હાલતમાં પુષ્પાંજલિ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા હતા. જ્યા દરવેશ સિંહને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. વળી હુમલાનાં આરોપી એડવોકેટ મનીષ શર્માને પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.