Not Set/ યુવરાજ સિંહનાં પિતા વિશ્વકપ બાદ આ ખેલાડીને યાદ અપાવશે તેની નાની

આજે ભારત અને પાકિસ્તાનની મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કઇક આવી જ ઉત્સુકતા યુવરાજ સિંહનાં પિતા યોગરાજ સિંહનાં નિવેદન બાદ ભારતીય દર્શકોમાં જોવા મળી રહી છે. અહી વાત યોગરાજ સિંહનાં એક નિવેદનની થઇ રહી છે જેમા તેમણે ભારતીય ક્રિકેટરનાં એક મોટા ચહેરા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ICC Cricket World […]

Top Stories Sports

આજે ભારત અને પાકિસ્તાનની મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કઇક આવી જ ઉત્સુકતા યુવરાજ સિંહનાં પિતા યોગરાજ સિંહનાં નિવેદન બાદ ભારતીય દર્શકોમાં જોવા મળી રહી છે. અહી વાત યોગરાજ સિંહનાં એક નિવેદનની થઇ રહી છે જેમા તેમણે ભારતીય ક્રિકેટરનાં એક મોટા ચહેરા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ટીમ ઈંન્ડિયાનાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર થોડા સમય પહેલા યોગરાજ સિંહે પોતાનો ગુસ્સો ઠાલવતા તેને ખરીખોટી સંભળાવી હતી. કઇક આવુ જ ફરી તમને વિશ્વકપ પૂર્ણ થયા બાદ જોવા મળે તેવી પૂરી સંભાવનાઓ વર્તાઇ રહી છે. લગભગ તમામ ક્રિકેટપ્રેમીઓ જાણે છે કે યુવરાજ સિંહનાં પિતા યોગરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે કેવો સંબંધ છે. કરોડો ક્રિકેટપ્રેમીઓ હજુ પણ એ શબ્દોને નથી ભૂલ્યા જેનો ઉપયોગ યોગરાજ સિંહે ગત વિશ્વ કપ માટે યુવરાજની ટીમમાં પસંદગી ના થતા ધોની માટે તેમણે કહ્યા હતા. જો કે હજુ પણ લાગી રહ્યું છે કે યોગરાજ સિંહનાં દિલમાં હજુ પણ કંઇક ખૂંચી રહ્યું છે. તાજેતરમાં યોગરાજ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે અને તેમાં તેમણે ઇશારામાં જ ધોની વિશે મોટો ખુલાસો કરવાની વાત કરી છે.

ટીમ ઈંન્ડિયા જ્યા પાકિસ્તાન સામે મેચની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે યોગરાજ સિંહનો આ વીડિયો વાયરલ થતા તેની મહદ અસર ટીમ પર પડે તેવી વકી છે. કારણ કે યુવરાજનાં પિતાએ ઈશારામાં જ તે ખેલાડી તરફ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જે વિશે તે પહેલા પણ જાહેરમાં કહી ચુક્યા છે. હવે જ્યારે ધોની રવિવારનાં રોજ પાકિસ્તાન સામેની મેચની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે આ વીડિયો સામે આવ્યો છે. અહી યોગરાજ સિંહે નામ આપ્યા વગર એક ખેલાડીને ક્રિકેટમાં ‘ધ ડર્ટી પૉલિટિક્સ’ માટે જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ અને તેમના ખુદનાં દિકરા યુવરાજ સિંહને ટીમમાં સ્થાન ના મળ્યું. જો કે યોગરાજ સિંહે તે ખેલાડીનાં નામની જાહેરાત નથી કરી. યોગરાજ સિંહે કહ્યું કે, તેઓ એ ખેલાડીનું નામ નથી લેવા ઇચ્છતા, કેમકે વિશ્વ કપ ચાલી રહ્યો છે, પરંતુ વિશ્વ કપ પછી તે ખેલાડી વિશે ખુલાસાઓ કરશે. તેમણે કહ્યું છે કે તેઓ તે ખેલાડી વિશે નાનામાં નાની અને મોટામાં મોટી વાત જાણે છે. જેને તેઓ વિશ્વકપ બાદ એક પ્રેસ કોન્ફરંન્સ કરીને જાહેરમાં લાવશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ઉલ્લેખનીય છે કે, હાલમાં વિશ્વકપને હાંસિલ કરવા ટીમ ઈંન્ડિયા પૂરો પ્રયત્નમાં લાગી ગઇ છે ત્યારે યોગરાજ સિંહ એક તરફ ટીમ ઈંન્ડિયાને કોઇ ખલેલ ન પહોચે તેવી વાત કરતા તે ખેલાડીનું નામ નથી આપી રહ્યા પરંતુ શું તે જાણતા નથી કે તેમના ઈશારાને લોકો સારી રીતે સમજી શકે છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે, આ તે ખેલાડી છે જે છેલ્લા 15 વર્ષથી ગંદી રાજનીતિ કરી રહ્યો છે. તેણે ભારતીય ક્રિકેટર્સની જિંદગીને મુશ્કિલ બનાવી દીધી છે અને હું વિશ્વકપ પૂર્ણ થયા બાદ તેના નામનો ખુલાસો કરીશ.” વધુમાં યોગરાજ સિંહે કહ્યું કે, “તે ખેલાડી હું જે કહીશ તેને આખી જિંદગી યાદ રાખશે, કે કોઇકે તેના વિશે કંઇક કહ્યું હતુ. હું અત્યારે તે ખેલાડી વિશે કંઇ કહેવા નથી માંગતો, કારણ કે હું નથી ઇચ્છતો કે વિશ્વકપ દરમિયાન તેની અસર ટીમ પર પડે.” યોગરાજ સિંહનાં આ નિવેદનનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જોવાનું રહેશે કે વિશ્વકપ પૂર્ણ થયા બાદ પણ યોગરાજ સિંહ આ ગુસ્સા સાથે તે ખેલાડીનું નામ જાહેર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.