Not Set/ કાશ્મીરનાં પુલવામામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, હેન્ડ ગ્રેનેડ ફેંકાયો

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આતંકી દ્રારા પોલીસ સ્ટેશનની બહાર વિસ્ફોટ કરી આતંકી દ્રારા પ્રજાના મનમાં પોતાની ઘાક બેસાડવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. હુમલામાં કેટલાક સામાન્ય નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સેના દ્રારા હુમલાનાં પગલે સમગ્ર વિસ્તાર સંપૂર્ણ પણે ઘેરી લેવામા આવ્યે છે. આપને જણવી […]

Top Stories India

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આતંકી દ્રારા પોલીસ સ્ટેશનની બહાર વિસ્ફોટ કરી આતંકી દ્રારા પ્રજાના મનમાં પોતાની ઘાક બેસાડવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. હુમલામાં કેટલાક સામાન્ય નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સેના દ્રારા હુમલાનાં પગલે સમગ્ર વિસ્તાર સંપૂર્ણ પણે ઘેરી લેવામા આવ્યે છે.

  કલગમ એન્કાઉન્ટરમાં જામ્યુ અને કાશ્મીર વિઝ્યુઅલ્સમાં સુરક્ષા દળો દ્વારા એક હિઝબુલ આતંકવાદી માર્યા ગયા

આપને જણવી દઇએ કે આતંકવાદીઓએ પુલવામામાં સોમવારે IED વિસ્ફોટ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરનાંપુલવામા જીલ્લામાં IED બ્લાસ્ટમાં 9 સૈનિકો ઘાયલ થયા હતા. સંરક્ષણ પ્રવક્તાએ  જણાવ્યું હતું કે સોમવારે પુલવામા જીલ્લાના એરિયામાં IED બ્લાસ્ટમાં બે નાગરિકો પણ ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ IED સાથે ફાયરીંગ કરી આર્મી પેટ્રોલિંગ ટીમને લક્ષ્ય બનાવી હતી.  ઇજાગ્રસ્ત થયેલા એક જવના શહીદ થયા છે.

સુરક્ષાદળોનાં પ્રવક્તા દ્રારા આપવામા આપવામા આવી રહેલી માહિતી અનુસાર આજે કરવામાં આવેલા પોલીસ સ્ટેશન પરનાં હુમલામાં કોઇ જાનહાની થઇ નથી. હુમલામા સુરક્ષા કર્મીઓને નાની મોટી ઇજાઓ થવા પામી છે. હુમલાનાં નિષ્ફળ પ્રયાસ બાદ સમગ્ર વિસ્તાર સૈન્ય છાવણીમાં ફેરવાયું છે અને પૂરજોશથી સર્ચ ઓપરેશન ચલાવવામા આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.