Not Set/ સુરતનું નિંભર તંત્ર, હજુ પણ કોઇ મોટી દુર્ઘટનાની રાહમાં છે ???

સુરતમાં ટ્યુશન ક્લાસ ચાલતા કોમ્પલેક્સમાં આગ લાગે છે અને 23 જેટલા બાળકોનો ભોગ લેવાય છે, પરંતુ નિંભર તંત્ર નથી જાગતું…બીજે દિવસે પણ ફાયર સેફ્ટિ વિનાની સ્કૂલમાં આગ લાગે છે, પરંતુ તંત્ર….તો હોટલમાં વિજ કરંટ લાગતા હોટલનાં જ 2 શ્રમિકો જીવતા ભૂંજાઇ જાઇ છે, પરંતુ તંત્ર હજુ પણ સુતેલુ જોવામાં આવે છે….તો ફરી પાછુ એક શિક્ષણી […]

Top Stories Gujarat Surat

સુરતમાં ટ્યુશન ક્લાસ ચાલતા કોમ્પલેક્સમાં આગ લાગે છે અને 23 જેટલા બાળકોનો ભોગ લેવાય છે, પરંતુ નિંભર તંત્ર નથી જાગતું…બીજે દિવસે પણ ફાયર સેફ્ટિ વિનાની સ્કૂલમાં આગ લાગે છે, પરંતુ તંત્ર….તો હોટલમાં વિજ કરંટ લાગતા હોટલનાં જ 2 શ્રમિકો જીવતા ભૂંજાઇ જાઇ છે, પરંતુ તંત્ર હજુ પણ સુતેલુ જોવામાં આવે છે….તો ફરી પાછુ એક શિક્ષણી સંસ્થા પાસે વિજ થાંભલો અગન જ્વાળાઓ ઓકતો નજર આવે છે. પરંતુ નિંભર તંત્ર ઠેરનું ઠેર જોવામાં આવે છે. હવે તો લોકોનાં મનમાં પણ પ્રશ્ન જોવા મળી રહ્યું છે કે શું સુરતનું નિંભર સરકારી તંત્ર આટલ-આટલી દુર્ઘટના પછી પણ આનાથી પણ મોટી અને ઘાતક દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે કે કેમ???

વાત જાણે એમ છે સુરતના પુણા ગામ વિસ્તારમાં આજે ફરી આવી જ ભયા વાહક ઘટનાએ દસ્તક આપી છે. અને પુણા LPD વિદ્યા સંકુલની બાજુમાં GEBના વિજ થાંભલામાં ઇલેક્ટ્રીક સોટસર્કીટનાં કારણે રીતસરનાં તીખારે તીખારા જરતા જોવામા આવ્યા હતા. તીખારા એટલા તો ઘતક હતા કે જાણે મોટી હોનારત કરીને જ ઝંપશે તેવુ સ્પષ્ટ પ્રતિત થઇ રહ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને તેમાં પણ આ ઘટના શિક્ષણીક સંકુલનાં પ્રાંગણમાં જ બનતા વાતાવરણ વધુને વધુ ભયાનાકતા ઓકી રહ્યો હતો, અને કેમ ન હોય, થોડા સમય પહેલા જ સુરતે 23-23 માસુમોની માતમ ભરી કિકિઆરીઓ સાંભળી છે.

જુઓ આ વિડીયો, જોઇને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે…..

વિજ થાંભલામાં લાગેલી આગ જોઇ ભલભલાને તક્ષશીલા કોમ્પલેક્સ નજરે તરે તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ નિંભર તંત્ર તો પણ સુતેલુ જ ઝડપાયુ હતું. GEBની આ ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આ ધટના મોટી દુર્ધટનામાં પરિણંમી હોત તો જવાબદાર કોણ અને શું જવાબદારો સામે હત્યાનો ગુનો લાગુ થાત કે માફી માગી ને છુટી જાત તેવા ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.