Not Set/ World Cup : ટીમ ઈંન્ડિયાને લાગ્યો ઝાટકો, ધવન-ભુવનેશ્વર બાદ આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ટીમ ઈંન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બાદ ટીમનો એક અન્ય ખેલાડી પણ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. પાકિસ્તાન સામે બોલિંગ દરમિયાન ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદ તેની જગ્યાએ બોલિંગનો ભાર ટીમનાં ઓલરાઉંડર ખેલાડી વિજય શંકર પર આવી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, વિજય શંકરને બુધવારનાં રોજ ટ્રેનિંગ સત્ર દરમિયાન પગનાં અંગૂઠામાં બોલ વાગી […]

Top Stories Sports

ટીમ ઈંન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બાદ ટીમનો એક અન્ય ખેલાડી પણ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. પાકિસ્તાન સામે બોલિંગ દરમિયાન ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદ તેની જગ્યાએ બોલિંગનો ભાર ટીમનાં ઓલરાઉંડર ખેલાડી વિજય શંકર પર આવી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, વિજય શંકરને બુધવારનાં રોજ ટ્રેનિંગ સત્ર દરમિયાન પગનાં અંગૂઠામાં બોલ વાગી જતા તે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

બુધવારે જસપ્રીત બુમરાહ ટ્રેનિંગ સત્ર દરમિયાન બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તે બોલ વિજય શંકરનાં પગમાં વાગી ગયો હતો. જે બાદ તેને ઘણો દુખાવો થયો હતો. સુત્રોનું કહેવુ છે કે, વિજય શંકરની ઈજા એટલી ગંભીર નથી જેથી ટીમ માટે ચિંતાની કોઇ વાત નથી. જો કે વિજયને દુખાવો ઘણો થયો હતો પરંતુ તે સાંજ સુધી ઠીક થઇ ગયો હતો. આપને જણાવી દઇએ કે, શંકરને ભારતીય બેટિંગ ક્રમમાં ચોથા નંબર માટે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ તેનો કોઇ પણ સ્થાન પર ઉપયોગ કરી શકાય છે. પાકિસ્તાન સામે ભુવનેશ્વરનાં ઈજાગ્રસ્ત થયા બાદ વિજય શંકરે તેની જગ્યાએ બોલિંગ કરી હતી, જેમા તેણે પહેલા બોલમાં જ વિકેટ મેળવી હતી. વિજય શંકર મધ્યમ ગતિનો બોલર છે, જે ટીમ માટે આ વિશ્વકપમાં ખાસ ભૂમિકા ભજવી શકે છે. 

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ટીમમાં હાલ ભુવનેશ્વર રમી શકે તેવી પરિસ્થિતિમાં બિલકુલ નથી. મળી રહેલી માહિતી અનુસાર તે આઠ દિવસ સુધી બોલિંગ કરી શકશે નહી. ત્યારે કહી શકાય કે તે બર્મિઘમમાં 30 જૂને ઈંગ્લેન્ડની વિરુદ્ધ મેચમાં દેખાઇ શકે છે. તેવામાં તેની જગ્યાને વિજય શંકર ભરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.