Not Set/ #Budget2019: PMએ પોતાનાં સંબોધનમાં આપી આ ક્ષેત્રનાં વિકાસની હિન્ટ

#Budget2019ની પ્રસ્તુતી પૂર્વે PM મોદી દ્રારા સંસદમાં કરવામાં આવેલા પોતાનાં સંબોધનમાં PM  દ્રારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષનાં બજેટમાં કયા કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામા આવશે. જોકે, PM મોદી દ્રારા સ્પષ્ટ ઉલ્લેખ કરી કોઇ નામ જોગ ક્ષેત્રને પ્રાધાન્ય આપવાની વાત કરવામા નથી આવી પરંતુ પોતાના સંબોધનમાં PM દ્રારા કૃષિ, કૃષિ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રને પર […]

Top Stories India

#Budget2019ની પ્રસ્તુતી પૂર્વે PM મોદી દ્રારા સંસદમાં કરવામાં આવેલા પોતાનાં સંબોધનમાં PM  દ્રારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષનાં બજેટમાં કયા કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામા આવશે. જોકે, PM મોદી દ્રારા સ્પષ્ટ ઉલ્લેખ કરી કોઇ નામ જોગ ક્ષેત્રને પ્રાધાન્ય આપવાની વાત કરવામા નથી આવી પરંતુ પોતાના સંબોધનમાં PM દ્રારા કૃષિ, કૃષિ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રને પર ભાર આપવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો આપવામા આવ્યા હતા.

લોકસભાની બીજી ટર્મનાં પોતાનાં પહેલા સંબોધનમાં આમતો PM દ્રારા અનેક બાબતોને આવરી લેવામા આવી હતી. પરંતુ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં બીજી વખત સત્તા પર આવ્યા પછી, પ્રથમ ત્રણ અઠવાડિયામાં, અમારી સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયો ખેડૂતો, વેપારીઓ અને યુવાનોને સૌથી વધુ લાભ મેળવવા માટે મદદ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કૃષિ એ આપણી અર્થવ્યવસ્થા માટે સૌથી મહત્વ પૂર્ણ કડી છે. પરંતુ આપણે આ ક્ષેત્રમાં સારા દેખાવ માટે જૂની રીતો છોડી સૂક્ષ્મ સિંચાઈ જેવી બાબતોને આપનાાવવી પડશે.  તો સાથે સાથે ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવો પડશે. આપણે આપણા ખેડૂતોના ખંભે ખંભો આપી કામ કરવું પડશે. 

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે કોર્પોરેટ ખેતીમાં શા માટે રોકાણ કરવું નહીં ? આપણે કોર્પોરેટ ખેતીને પણ પ્રેરણા આપવી પડશે, આ માટે, આપણે નવી નીતિ પર કામ કરવાની જરૂર છે. ફક્ત ટ્રેક્ટર બનાવવું નહીં. આજે, ફૂડ પ્રોસેસિંગ, વેરહાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ જેવી વસ્તુઓ  માટે પણ કોર્પોરેટ રોકાણની જરૂર છે. 

જુઓ PM મોદીનું સંસદમાં સંપૂર્ણ  સંબોધન……….

PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે દેશના લોકો પોતાને બદલે દેશની સુધારણા માટે વિચારે છે, આ વિચાર પ્રશંસાપાત્ર છે. પીએમ મોદીએ કહ્યું છે કે દેશ અને રાજ્યમાં સ્વતંત્રતા પછીથી આવેલી બધી સરકારોએ દેશને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે. આમ તમામ સંબોધનમાં દેશની હાલની મુખ્ય સમસ્યાઓ અને ખાસ કરીને કૃષિ અને રોજગારી આપતા તમામ ક્ષેત્રનાં વિકાસ અને ઉન્તિ માટેનાં PMનાં વિઝનની સ્પષ્ટ ઝલક જોવા મળી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.