Not Set/ મહારાષ્ટ્રમાં દિવાલ ધરાસાયી થતા 15 લોકોનાં થયા મોત, બે લોકો ગંભીરરીતે ઘાયલ

મહારાષ્ટ્રનાં પુણેનાં કોંઢવામાં દિવાલ ધરાશાયી થતા 15 લોકોનાં મોત નિપજ્યા છે. આ દર્દનાક હાદસામાં બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. દિવાલ ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ તળે ફસાયા હોવાની પણ આશંકા છે. બનાવને પગલે અહી યુદ્ધનાં ધોરણે રાહત બચાવનું કાર્ય હાથ ઘરવામાં આવ્યુ છે. ઉપરાંત NDRFની ટીમ પણ ઘટનાસ્થેળે દોડી આવી હતી. આ દુર્ઘટના ભારે […]

Top Stories India

મહારાષ્ટ્રનાં પુણેનાં કોંઢવામાં દિવાલ ધરાશાયી થતા 15 લોકોનાં મોત નિપજ્યા છે. આ દર્દનાક હાદસામાં બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. દિવાલ ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ તળે ફસાયા હોવાની પણ આશંકા છે. બનાવને પગલે અહી યુદ્ધનાં ધોરણે રાહત બચાવનું કાર્ય હાથ ઘરવામાં આવ્યુ છે. ઉપરાંત NDRFની ટીમ પણ ઘટનાસ્થેળે દોડી આવી હતી. આ દુર્ઘટના ભારે વરસાદનાં કારણે થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.

દેશમાં જ્યા હવે વરસાદી વાદળો ચારે દિશાએ દેખાઇ રહ્યા છે. ત્યારે લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ જ વરસાદ રાહત સાથે લોકો માટે મુસિબત પણ બનીને આવ્યો છે. મહારાષ્ટ્રની જ વાત કરીએ તો અહી પણ વરસાદ સાથે મોતને લઇને આવ્યો છે. શુક્રવારે મુંબઈમાં વિજળીનાં ઝાટકા અને દિવાર ધરાસાયી જેવી અલગ-અળગ ઘટનાઓમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. વળી 5થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.