Not Set/ નવસારીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, પાલિકાના સ્ટાફે જનરેટરથી પાણી બહાર કાઢ્યું

નવસારી જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયુ હતું. નવસારીમાં ધોધમાર વરસાદ ને પગલે વિજલપોર શહેરમાં આવેલ મારૂતિ નગર સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે પાણી ભરાયાની જાણ પાલિકાને થતા પાલિકાનો સ્ટાફ સોસયાટીઓમાં જનરેટર લઈને પહોચી ગયો હતો. પાલીકાનાં સ્ટાફ દ્રારા ભારે […]

Top Stories Gujarat Others

નવસારી જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયુ હતું. નવસારીમાં ધોધમાર વરસાદ ને પગલે વિજલપોર શહેરમાં આવેલ મારૂતિ નગર સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે પાણી ભરાયાની જાણ પાલિકાને થતા પાલિકાનો સ્ટાફ સોસયાટીઓમાં જનરેટર લઈને પહોચી ગયો હતો. પાલીકાનાં સ્ટાફ દ્રારા ભારે જહેમત સાથે જનરેટર મારફતે સોસાયટીમાંથી  પાણી બહાર કાઢયુ હતુ.

બીજીતરફ નવસારી રેલ્વે સ્ટેશન નજીક આવેલ બંદર રોડના રેલ્વે અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો મોડી રાત્રે આ અંડરપાસમાં ભરાયેલ પાણીમાંથી પસાર થતા એક ઈકો કાર પાણીમાં ફસાઈ જવા પામી હતી. જેને લોકોએ ધક્કો મારી બહાર બહાર કાઢી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.