Not Set/ મહારાષ્ટ્રમાં વરસાદનું જોવા મળ્યુ વિકરાળ સ્વરૂપ, અલગ-અલગ વિસ્તારોમાં દિવાલ ધસી પડતા 21 લોકોનાં થયા મોત

મહારાષ્ટ્રમાં થઇ રહેલા ભારે વરસાદે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ છે. જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં દિવાલ ધસી જતા મામલા સામે આવ્યા છે. આ ત્રણેય મામલા મંગળવાર રાત્રીનાં છે. પહેલો મામલો લગભગ 1.15 પર પુણે અંબેગામથી સામે આવ્યો છે, જ્યા સિંહગઢ કોલેજની દિવાલ પડતા […]

Top Stories India

મહારાષ્ટ્રમાં થઇ રહેલા ભારે વરસાદે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ છે. જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં દિવાલ ધસી જતા મામલા સામે આવ્યા છે. આ ત્રણેય મામલા મંગળવાર રાત્રીનાં છે. પહેલો મામલો લગભગ 1.15 પર પુણે અંબેગામથી સામે આવ્યો છે, જ્યા સિંહગઢ કોલેજની દિવાલ પડતા 6 લોકોની મોત થઇ ગઇ છે, જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું સામે આવી રહ્યુ છે. જાણકારી મળતા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી, જે પછી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ.

ભારે વરસાદનાં કારણે દિવાલ પડી જવાની ઘટના મુંબઈનાં મલાડ સ્ટનાં પિંપરી પાડાથી સામે આવી છે. આ દુર્ઘટનામાં 12 લોકોની મોત થઇ ગઇ છે જ્યારે 13 લોકો ઘાયલ હોવાનું સામે આવી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે, જેને નિકાળવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરવામા આવી રહ્યુ છે. દુર્ઘટના બાદ બધા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ ઘટના પર હાજર છે. વળી રાજ્યનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા મૃતકોનાં પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત, ત્રીજી ઘટના મુંબઇના કલ્યાણથી ઉભરી આવી છે. અહી નેશનલ ઉર્દૂ શાળાની કમ્પાઉન્ડની દિવાલ પડી જતા 3 લોકોનાં મોત થયા છે. જેમા એક ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં તે પણ આવી ગયા કે જેના ઘર આ દિવાલ પાસે હતા. જાણકારી મળતા રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને કાટમાળમાં દબાયેલા લોકોને નિકાળવાનો પ્રયત્ન કરી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મંગળવારે, ઘણા સ્થળોએ ભારે વરસાદની આશંકા છે, આવી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, 2 જુલાઇએ જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, શાળામાં પણ રજા આપી દેવામાં આવી છે. વળી બીજી તરફ હવામાન વિભાગે પણ પુણેમાં આવતા થોડા કલાકોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. ત્યારે તંત્રએ લોકોને અપીલ કરી છે કે ખાસ કામ ન હોયો તો ઘરની બહાર નિકળે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.