બોલિવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર થઇ ગઇ છે. પરંતુ હજુ પણ તે ચર્ચામાં બની રહે છે. આપને જણાવી દઇએ કે, સમીરા તેની પ્રેગ્નેન્સીને લઇને હાલમાં ચર્ચામાં બની રહી છે. સમીરા બીજી વખત મા બનવાની છે. તેના બેબી બંપની સાથે ઘણા ફોટો વાયરલ થયા હતા. જે આવ્યા બાદ ટ્રોલર્સે તેના વધેલા વજનને લઇને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
https://www.instagram.com/p/BzfBZX-HRYn/?utm_source=ig_web_copy_link
સમીરા રેડ્ડી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. તાજેતરમાં જ સમીરાએ પોતાના ગર્ભવસ્થાનાં અંતિમ ચરણનાં અમુક ફોટોને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોમાં સમીરા અંજરવોટરમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

સમીરાએ એક પોસ્ટ કરી છે જેમા તેણે લખ્યુ છે કે, હુ પોતાના 9 મહિનાનાં બેબી બંપની સુંદરતાને સેલિબ્રેટ કરવા માંગુ છુ. એવા સમયમાં જ્યારે આપણે સૌથી નબળા, થાકેલા, ડરેલા, ઉત્સાહિત અને પોતાને સૌથી સુંદર સમજીએ છીએ. હુ તે સમયને તમારી સાથે શેર કરી રહી છુ. ‘આ ફોટેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચુક્યા છે.
https://www.instagram.com/p/BzAQqcRH8JT/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઇએ કે, સમીરા રેડ્ડીએ વર્ષ 2014માં બિઝનેસમેન અક્ષય વરડેની સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં તેણે પહેલા બાળકને જન્મ આપ્યો હતો. લગ્ન કર્યા બાદ તે ફિલ્મોથી દૂર થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
