અમરેલી,
વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે અમરેલીની વધુ એક ઘટના સામે આવી છે.અમરેલીમાં ધારીમાં વિપ્ર દંપતિએ ઝેરી દવા ગટગટાવી હતી.જેને લીધે પતિનું થયુ મૃત્યુ થયું હતુ જયારે પત્નીની હાલત ગંભીર થતા સારવાર હેઠળ ખસેડાઇ હતી.
આપને જણાવીએ કે આ દંપતીએ ઝેરી દવા પીધી તેની જાણ થતા પરિવાર અને આસપાસના લોકોને લોકો દોડી આવ્યા હતા. જેના બાદ આ દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઝેરી દવા પીધા પછી પતિનું મૃત્યુ થયુ છે જયારે પત્નીની હાલત નાજુક હોવાથી તે સારવાર હેઠળ છે.આ દંપતિના પુત્રનો આક્ષેપ છે કે વ્યાજખોરોના ત્રાસથી તેના માતા પિતાએ આ અંતિમ પગલુ ભર્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
