Ahmedabad News: રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire Tragedy) પછી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર NOCના મામલે એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદમાં બીયુ અને ફાયર NOC વગરના 22 એકમો સીલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલા એકમોમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો અને ગેમિંગ ઝોનનો સમાવેશ થાય છે. અહીં બીયુ પરમિશન અને ફાયર એનઓસીની મંજૂરી નહીં હોય તેવા એકમો ખૂલવા નહીં દેવાય. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે નિયમોના પાલનને લઈને આકરા પાણીએ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડને લઈને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશ્નર અને ફાયર ડિપાર્ટમેન્ટ પર તવાઈ આવતા રાજ્યનું દરેક કોર્પોરેશન જાગી ઉઠ્યું છે. દરેક કોર્પોરેશન અને તેનો વિભાગ હવે નિયમ પાલનમાં સાવધાની દાખવી રહ્યા છે.
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં
આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ
