dang district/ ડાંગ જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સામે આક્રોશ: જામનપાડાની શાળાને વાલીઓએ માર્યા તાળાં, 11 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 જ શિક્ષક!

ડાંગના જામનપાડા ગામની પ્રાથમિક શાળા (Primary school) માં કાયમી અને પૂરતા શિક્ષકો ન હોવાને કારણે વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે.

Gujarat Others Breaking News
ડાંગના જામનપાડાની Primary schoolને વાલીઓ તાળાબંધી કરી

Gujarat News: ગુજરાતના સરહદી અને અંતરિયાળ ગણાતા ડાંગ જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ડાંગના જામનપાડા ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા (Primary school)માં કાયમી અને પૂરતા શિક્ષકો ન હોવાને કારણે રોષે ભરાયેલા વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે.

જામનપાડાની પ્રાથમિક શાળા (Primary school)ને વાલીઓએ માર્યા તાળાં

ગામ લોકોના જણાવ્યા અનુસાર, આ પ્રાથમિક શાળામાં કુલ 11 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ આટલા બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામજનોએ શાળામાં વારંવાર બદલાતા શિક્ષકને લઈ નારાજગી વ્યક્ત કરી છે. બદલાતા શિક્ષકથી બાળકોના શિક્ષણ (Education)પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોની ઘટ અને અનિયમિતતાના કારણે બાળકોનું પ્રાથમિક શિક્ષણ જ જોખમાયું હોવાથી વાલીઓમાં ભારે રોષ છે. ત્યારે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

શાળામાં અવારનવાર રજૂઆત છતા ઉકેલ ન આવતા શાળાને તાળાબંધી

મળતી વિગત અનુસાર જામનપાડા ગામની શાળામાં 11 વિદ્યાર્થીઓ (Student) અભ્યાસ કરે છે ત્યારે આ શાળામાં માત્ર 1 શિક્ષક (Teacher)જ હોવાથી તથા એ પણ અવારનવાર શિક્ષક બદલાતા હોવાથી ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ ના આવતા આખરે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને વિરોધ નોંધાનવ્યો છે. શાળામાં નિયમિત શિક્ષક મુકવા ગ્રામજનોએ માગ કરી છે. બીજી તરફ તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકોની અછતના આક્ષેપોને ફગાવ્યા છે અને એક શિક્ષક પહેલાથી જ કાર્યરત હોવાનો દાવો કર્યો છે.


આ પણ વાંચો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઝીરો ડ્રોપઆઉટ રેટ હાંસલ કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક

આ પણ વાંચો નખત્રાણાની પોલીસ લાઈન પ્રાથમિક શાળાને વાલીઓએ માર્યું તાળું, એક જ શિક્ષક અને જર્જરિત મકાન સામે વિરોધ

આ પણ વાંચો મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ