Not Set/ સંઘ અને ભાજપ લોકોને મોબ લિંચીગ માટે ઉશ્કેરે છે: દિગ્વિજય

લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પરથી ભાજપના સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે હારેલા દિગ્વિજયસિંહનું ઘણા સમય પછી મોટું નિવેદન આવ્યું છે, અનેક હવન અને સાધુઓનો સહાયો લીધા બાદ પણ કોંગ્રેસના દિગ્વિજયસિંહની કારમી હાર થઇ હતી, હવે મોબ લિંચિંગની ઘટનાઓને લઈને તેમને ભાજપ અને આરએસએસ કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યાં છે. ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું ઉદાહરણ આપતાં કહ્યું […]

Top Stories India

લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પરથી ભાજપના સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે હારેલા દિગ્વિજયસિંહનું ઘણા સમય પછી મોટું નિવેદન આવ્યું છે, અનેક હવન અને સાધુઓનો સહાયો લીધા બાદ પણ કોંગ્રેસના દિગ્વિજયસિંહની કારમી હાર થઇ હતી, હવે મોબ લિંચિંગની ઘટનાઓને લઈને તેમને ભાજપ અને આરએસએસ કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યાં છે.

ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું ઉદાહરણ આપતાં કહ્યું કે આવા લોકોને કારણે સમાજ વહેંચાઇ રહ્યો છે, અને ગમે ત્યારે લોકોની હત્યાઓ કરી દેવામાં આવે છે, આકાશે નગરપાલિકાના કર્મચારીને બેટ વડે માર મારીને ધમકી આપી હતી. દિગ્વિજયે કહ્યું, કે દેશમાં મોબ લિંચિંગના બે કારણો છે. પહેલું લોકોને યોગ્ય સમયે ન્યાય નથી મળતો જેને કારણે લોકોની અંદર રોષ છે. બીજી તરફ ભાજપ અને આરએસએસ છે. જે લોકોને મોબ લિંચિંગ માટે ઉશ્કેરણી કરી છે, છેલ્લા કેટલાક સમયથી ટોળાઓ દ્વારા લોકોની હત્યા કરી નાખવાની ઘટનાઓ વધી રહી છે.

બીજી તરફ દિગ્વિજયસિંહ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલ્મ અભિનેત્રી સબાના આજમીએ પણ મોદી અને ભાજપ પર પ્રહાર કર્યા છે, ઇન્દોરમાં તેમને જણાવ્યું કે સરકાર વિરૂદ્ધ બોલવાથી તમને એન્ટી નેશનલ કહેવામાં આવે છે પરંતુ આપણે ડરવાની જરૂર નથી, એક થઇને લડવાની જરૂર છે. આજે જે વાતાવરણ છે તેની સામે આપણે ઘૂંટણીયે ન પડવું જોઈએ, આ આપણો દેશ છે, તેના વિકાસ માટે આપણે કંઇ પણ કરીશું, ત્યારે દિગ્વિજય અને શબાનાએ ભાજપ અને મોદી સામે મોરચો શરૂ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.