Not Set/ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, તંત્રએ નીંચાણવાળા વિસ્તારોને ખાલી કરવા આપી તાકીદ

રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ પોતાની મહેર કરી છે. જેમા સૌરાષ્ટ્ર, દ.ગુજરાતનાં અનેક વિસ્તારો તથા વલસાડમાં ભારે વરસાદ પડતા લોકોની ગરમીથી રાહત મળી છે. જો કે રાજ્યનાં ઘણા એવા પણ જિલ્લાઓ છે કે જ્યા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આપેલી આગાહીનાં પગલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર […]

Top Stories India

રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ પોતાની મહેર કરી છે. જેમા સૌરાષ્ટ્ર, દ.ગુજરાતનાં અનેક વિસ્તારો તથા વલસાડમાં ભારે વરસાદ પડતા લોકોની ગરમીથી રાહત મળી છે. જો કે રાજ્યનાં ઘણા એવા પણ જિલ્લાઓ છે કે જ્યા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આપેલી આગાહીનાં પગલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં શનિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે તમને જણાવુ કે, વલસાડમાં 8 ઇંચથી પણ વઘુ વરસાદ પડ્યો છે.

ગરમીથી લોકોને મળી રાહત

રાજ્યમાં મેઘરાજાએ પોતાની મહેર કરી છે, જેના કારણે ગરમીથી કંટાળી ગયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તમને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે વાપીમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી અવિરત ચાલી રહી છે. રાત્રીનાં 12 વાગ્યાથી રવિવારે સવારનાં દસ વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડી ગયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદનાં પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈવે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ હતુ. વાપી મુંબઈ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદનાં પગલે નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકી ગયાં હતા. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી. સાથે મધુબન ડેમનાં દરવાજા ખોલાતાં નીંચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

લોકોને કરાયા એલર્ટ

રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે જો મધુબન ડેમની વાત કરીએ તો આ ડેમમાં પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા નીંચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે. જેથી કરીને કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન સર્જાય તે માટે એલર્ટ પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યું છે.

ઉપરવાસમાં થયેલા વરસાદનાં પગલે નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગરગડીયા ગામનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વલસાડ ખેરગામનો રસ્તો પણ બંધ થઇ ગયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા થઇ ગયા હોવાનું પણ સામે આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.