Not Set/ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની આ તિકડીથી બચી ગઈ તો ફાઈનલની ટીકીટ પાકી

આઇસીસી વર્લ્ડ કપના પ્રથમ સેમિફાઇનલ મેચમાં આજે ટીમ ઇન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડની ટીમથી થશે. પોઇન્ટ ટેબલમાં નંબર એક પર ટીમ ઇન્ડિયાહાલ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. તો ત્યાં ન્યૂઝીલેન્ડની ટીમને કમ ગણી ણ શકાય. ટીમ ઇન્ડિયાને આ મેચમાં જીત મેળવવાની છે, તો વિરાટ બ્રિગેડને ન્યૂઝીલેન્ડની ત્રિકોણને પાર કરવી પડશે. આ ત્રણ ખેલાડીઓ લકી ફર્ગ્યુસન, […]

Top Stories Sports

આઇસીસી વર્લ્ડ કપના પ્રથમ સેમિફાઇનલ મેચમાં આજે ટીમ ઇન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડની ટીમથી થશે. પોઇન્ટ ટેબલમાં નંબર એક પર ટીમ ઇન્ડિયાહાલ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. તો ત્યાં ન્યૂઝીલેન્ડની ટીમને કમ ગણી ણ શકાય.

ટીમ ઇન્ડિયાને આ મેચમાં જીત મેળવવાની છે, તો વિરાટ બ્રિગેડને ન્યૂઝીલેન્ડની ત્રિકોણને પાર કરવી પડશે. આ ત્રણ ખેલાડીઓ લકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ અને જીમી નીશામ છે. આ ત્રણેય ખેલાડીઓએ સમગ્ર વિશ્વ કપમાં બેટ્સમેનને તેમની બોલની ધાર સાથે હેરાન કર્યા છે.

ભારતની “વિરાટ” બેટિંગ આ ત્રણેય સામે બચી જાય છે અથવા તો તેની સામે ટકવામાં સફળ રહ્યા તો વર્લ્ડ કપની ફાઇનલની ટિકિટ સમજો પાક્કી. ન્યૂઝીલેન્ડની આ તિકડીમાં બે લેફ્ટ આર્મ એક્સપ્રેસ બોલર્સ છે. બોલ્ટ 440 વોલ્ટનો પણ કરંટ મારી શકે છે. આ ટુર્નામેન્ટમાં બોલ્ટના નામે 15 વિકેટ છે.

આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં તેણે 11 વિકેટ મેળવી છે. તેની સરેરાશ પણ માત્ર 18ની છે અને ઇકોનોમી સરેરાશ 5ની. આ બેથી બચી ગયા તો લોકી ફર્ગ્યૂસન પોતાની જાળમાં ફસાવા માટે તૈયાર રહશે. ડેથ ઓવરોમાં લોકી ફર્ગ્યૂસનનો કોઇ સાની નથી.

તેઓ તો ન્યૂઝીલેન્ડના બોલર્સે છેલ્લી ત્રણ મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું, નહીં.તો આ ટીમ ટેબલ ટોપ કરતી જોવા મળી રહી હતી. સીધો મતલબ એ છે કે ન્યૂઝીલેન્ડની સામે ભારતીય બોલર્સ પર 50માંથી 30 ઓવર સુધીમાં જબરદસ્ત પ્રેશર રહી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.