Gujarat News: આપણાં ગુજરાતમાં એક કહેવત છે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો આવીજ હાલત હાલ અમેરીકામાં ગેરકાયદેસર રીતે રહેતા ગુજરાતીઓની થઈ ગઈ છે.ટ્રંપ સરકારની સપત વિધિ બાદ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને બળજબરીથી ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે અમેરીકામાં ગેરકાયદેસર રહેતા ભારતીઓની સાથે સાથે ગુજરાતીઓના મનમાં પણ એક વતન વાપસીનો ડર બેસી ગયો છે. તેમને ચિંતા સતાવી રહી છે કે હવે તેમનું શું થશે.
ત્યારે આ અસમંજમાં હાલના અમેરીકામાં સ્થાયી ઉત્તર ગુજરાતનાં રાધનપુરના વ્યક્તિએ પોતાની સમસ્યાના નિકાલ માટે જ્યોતિષનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને ત્યાં ટકી રહેવાનો કેટલો ચાંસ છે અને તે ત્યાં ટકી સકશે કે પછી તેમને ભારત પરત ફરવું પડશે તે વિશે જ્યોતિષનો કર્યો હતો.આપને જણાવી દઈએ 2025માં સુધીમા 114 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. જેમાથી 33 ગુજરાતના હતા.હવે એતો સૌ જાણેછે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો મામલો નવો નથી.વર્ષોથી આવું જ ચાલી રહ્યું છે.આ નિયમો 2012 થી અમલમાં છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતા તપાસવામાં આવે છે. અગાઉ પણ અમેરિકાથી આ રીતે લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા.
જુના આકડાઓ પર નજર કરીએ તો 2009 માં 734 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ સિવાય 2010માં 799 ગેરકાયદેસર ભારતીયોને, 2011માં 597, 2012માં 530, 2013માં 515, 2014માં 591, 2015માં 708, 2016માં 1303, 2017માં 1024, 2018માં 1180, 2019માં 2042, 2020માં 1889, 2021માં 805, 2022માં 862, 2023માં 617 કરવામાં આવ્યા હતા એટલુજ નહીં 2024માં 1368 ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સાથેજ 2025મા પણ આજ રીતે અમેરિકાએ 144 ભારતીયોને પોતાના વતન પાછા મોકલ્યા છે જેમાં 33 જેટલા ગુજરાતીઓ છે. પરંતુ હજી ઘણા એવા ગુજરાતીઓ જે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોચ્યા છે તેમને વતન પાછા આવવાની ચિંતા સતાવી રહી છે અને પોતાની સંકાઓના સમાધાન માટે અને પોતાના ભવિષ્ય માટે તેઓ જ્યોતિષનો સહારો લઈ રહ્યા છે.
આ પણ વાંચો:ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓની ઘર વાપસી
આ પણ વાંચો:અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલે કરી અપીલ
