Gujarat News/ અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલે કરી અપીલ

નીતિન પટેલે કહ્યું કે ત્યાં જઈને આ ગુજરાતીઓએ રાજ્યના વિકાસમાં ફાળો આપ્યો છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે ઘુસીને વતવાટ કરતા 200થી વધુ ભારતીયોને તેમના દેશમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આ લિસ્ટમાં ગુજરાતીઓ પણ સામેલ છે, કે જેમનું અમેરિકામાં રહેવાનું સપનું અધુરું જ રહી ગયુ છે. રૂપિયાની સામે ડોલરની ચમક જોઈને અમેરિકામાં ઘુસેલા 37થી વધુ લોકો હવે પોલીસ કાર્યવાહીમાં ધક્કા ખાતા થઈ ગયા છે.ભારત પાછા મોકલવામાં આવેલા લોકોમાંથી 37 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

37માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણગના વ્યક્તિઓને ડીપોર્ટ કરાયા છે. હાલ અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારજનો મૌન સેવી રહ્યા છે. પરિવારજનો હાલ કેમેરા સામે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. બીજીતરફ અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે કહ્યું કે અમેરિકાથી 33 ગુજરાતીઓને પરત કરાયા છે, જે આવતીકાલે ગુજરાત આવે તેવી સંભાવના છે.

તેમણે કહ્યું કે જે લોકોને પરત મોકલાયા તે આપણા ભાઈ-બહેનો છે. ગેરકાયદેસર પ્રવેશ સિવાય તેમની સામે કોઈ ગુનો નથી. નીતિન પટેલે જણાવ્યું કે આ પ્રક્રિયા કયાં જઈ અટકશે તે મને ખબર નથી.રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. તે ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં કમાણી કરવા ગયા હતા. ત્યાં કામ કરી પોતાના વતનમાં પરિવારોની મદદ કરતા હતા. તેના કારણે વિદેશી હૂંડિયામણ ભારતને મળ્યું છે. તેમણે આ લોકો સાથે સહાનુભૂતિવાળું વર્તન કરવાની અપીલ કરી હતી.

નીતિન પટેલે કહ્યું કે ત્યાં જઈને આ ગુજરાતીઓએ રાજ્યના વિકાસમાં ફાળો આપ્યો છે. હું સરકારને વિનંતી કરૂ છું કે તેની સામે ગુનેગાર કે આરોપીઓ જેવો વ્યવહાર ન કરે. બધા સાથે યોગ્ય વર્તન કરવા માટે વિનંતી છે. નીતિન પટેલે કહ્યું કે ગુજરાત કે દેશમાં નોકરીઓ નથી એટલે ત્યાં જાય છે આ વાત યોગ્ય નથી. અહીં બધાને પોતાની લાયકાત પ્રમાણે આવક અને નોકરી મળતી હોય છે. વિદેશ જવાની પ્રથા વર્ષોથી ચાલે છે. વધુ કમાણી અને પ્રગતિ માટે લોકો ત્યાં જતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઉના: વધુ એક ભારતીય માછીમારનું પાક જેલમાં મોત,પુત્ર પણ 7 વર્ષથી થયો છે ગુમ

આ પણ વાંચો: ઉના : માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પુત્રીને મોકલ્યો પત્ર

આ પણ વાંચો: 9 વર્ષ બાદ જેલમાંથી છૂટીને પરત ફરી રહ્યો હતો આ વ્યક્તિ, પરિવાર તેની રાહ જોતો હતો, મોતના સમાચાર પહોંચ્યા…