Not Set/ મોડાસામાં મોબાઈલ વેપારીઓ પર સપાટો,3 વેપારીઓના ઘરે અને દુકાને પડ્યો દરોડો

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના મોડાસમાં મોબાઈલના વેપારીઓ પર પોલીસ સપાટો બોલાવ્યો છે.જિલ્લા SOG અને LCB અને ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં વેપારીઓની દુકાન અને મકાનમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યો.મોડાસાના લક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલ મોબાઈલ માર્કેટમાં ચાલતા ડુપ્લિકેટ અને ડાઉલોડિંગ સહિતના ગેરકાયદેસર વેપલા સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.હાલ […]

Gujarat Others

અરવલ્લી,

અરવલ્લી જિલ્લાના મોડાસમાં મોબાઈલના વેપારીઓ પર પોલીસ સપાટો બોલાવ્યો છે.જિલ્લા SOG અને LCB અને ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં વેપારીઓની દુકાન અને મકાનમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યો.મોડાસાના લક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલ મોબાઈલ માર્કેટમાં ચાલતા ડુપ્લિકેટ અને ડાઉલોડિંગ સહિતના ગેરકાયદેસર વેપલા સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.હાલ પોલીસે ત્રણ મોટા વેપારીને ત્યાં દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.પોલીસની આ કાર્યવાહીને પગલે મોબાઈલના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.