રાજ્યમાં ચેરી અને ઘરફોડીની વારદાદમાં ઉત્તરોઉતર વધારો નોંધવામા આવી રહ્યો છે. ઘરફોડ ગેંગો દ્રારા દિવસનાં સમયે જેતે વિસ્તાની રેકી કરવામાં આવે છે અને રાતનાં અંધારામાં ફૂલ પ્રુફ પ્લાન સાથે ઠંડા કલેજે સિફતાથી ચોરીને અંજામ આપી લાખોનો માલ ઓળવી જાવામાં આવે છે.
બસ આવી જ ચોર ટોળી છેલ્લા ઘણા સમયથી અમદાવાદનાં ઔધોગિક વિસ્તાર સાણંદમાં તરખાટ મચાવી રહી હતા. સાણંદનાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાોમાં આ ટોળકી રોજ નવી વારદાતને અંજામ આપી લોકોનાં નાકે દમ લાવી દીધો હતો. રોજ સવારે લોકોને એ જ ઇન્તેજારી રહેતી કે જાણીએ કે આજે કોનો વારો આવી ગયો અને આજે કોણ ચોર ટોળકીની ઝપેટે ચડ્યું છે. પરંતુ સુખદ વાતએ છે કે આ જે તે ચોર ટોળકી જ પોલીસની ઝપેટમાં ચડી ગઇ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
વાત જાણે એમ છે કે સાણંદમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અને ચોરી કરતી જુગલ જોડી ઝડપી પાડી છે. ઉલ્લેખનિય છે કે, સાણંદ GIDC વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જે બાદ પોલીસ તપાસમાં બાતમી મળતા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અનિલ અને દશરથની ધરપકડ કરી હતી. અને મુદ્દામાલ રિકવર કર્યો હતો. હાલ પોલીસે વધુ ગુન્હાનો ભેદ ઉકેલવા રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
