Not Set/ Photos : ઈંગ્લેન્ડનાં વિશ્વકપ જીત બાદ દેખાયા ભાવુક દ્રશ્યો, માર્ટિન ગુપ્ટિલ દેખાયો સૌથી વધુ નિરાશ

વિશ્વકપ 2019ની ફાઈનલ મેચમાં જબરદસ્ત રોમાંચ આવ્યા બાદ આખરે ઈંગ્લેન્ડ મેચને જીતવામાં સફળ રહ્યુ હતુ. આ મેચમાં એક્સાઇટમેન્ટની બધી જ હદો પાર થઇ ગઇ હતી. મેચની અંતિમ ઓવરોમાં ક્યારેક ઈંગ્લેન્ડનું પલડુ તો ક્યારેક ન્યૂઝીલેન્ડનું પલડુ ભારે થતુ દેખાયુ હતુ. આ પહેલા ઘણી મહેનત બાદ ઈંગ્લેન્ડની ટીમ મેચને ટાઇ કરવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ બેટ્સમેન બેન […]

Top Stories Sports

વિશ્વકપ 2019ની ફાઈનલ મેચમાં જબરદસ્ત રોમાંચ આવ્યા બાદ આખરે ઈંગ્લેન્ડ મેચને જીતવામાં સફળ રહ્યુ હતુ. આ મેચમાં એક્સાઇટમેન્ટની બધી જ હદો પાર થઇ ગઇ હતી. મેચની અંતિમ ઓવરોમાં ક્યારેક ઈંગ્લેન્ડનું પલડુ તો ક્યારેક ન્યૂઝીલેન્ડનું પલડુ ભારે થતુ દેખાયુ હતુ. આ પહેલા ઘણી મહેનત બાદ ઈંગ્લેન્ડની ટીમ મેચને ટાઇ કરવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ બેટ્સમેન બેન સ્ટોક્સ એકલા હાથે મેચને ન્યૂઝીલેન્ડનાં મોઢામાંથી છીનવીને લઇ ગયો હતો.

જ્યારે સુપર ઓવર રમાઇ ત્યારે પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 15 રન બનાવ્યા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે પણ 15 રન જ બનાવી એકવાર ફરી મેચને ટાઇ કરી દીધી હતી. પરંતુ આ વખતે મેચનું પરિણામ સૌથી વધુ ચોક્કા મારનાર ટીમ તરફ વળ્યુ હતુ. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ વિજેતા બની હતી.

મેચ બાદ જોવા મળેલા ખેલાડીઓનાં રિએક્શન

માર્ટિન ગુપ્ટિલને રન આઉટ કરતો જોશ બટલર

ઈંગ્લેન્ડ ટીમનો કેપ્ટન ઇઓન મોર્ગન જીત બાદ ખુશીમાં દોડતો દેખાયો

અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરનાર જોફ્રા આર્ચર જીત બાદ દેખાયો ભાટીમની વુક

ટીમની હાર બાદ હતાશામાં ડૂબેલો ન્યૂઝીલેન્ડ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ

ઈંગ્લેન્ડ ટીમની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં દેખાયો ખુશીનો માહોલ

સુપર ઓવરમાં હાર મળ્યા બાદ ન્યૂઝીલેન્ડ ટીમનાં ડ્રેસિંગ રૂમનો નજારો

ઈંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટીમની જીત બાદ ખુશીમાં રંગાયો

ટીમની જીત પર દર્શકો પણ બન્યા ભાવુક, ઉભા રહી તાળીયોની ગડગડાટ વચ્ચે ટીમને આપ્યુ સમ્માન

ઈંગ્લેન્ડની જીત બાદ આકાશમાં જોવા મળી આતીશબાજી

મેચનાં અંતે બંન્ને ટીમોનાં ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન