રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, લૂંટ, આત્મહત્યા સહિતની ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, દેવભૂમિ દ્વારકામાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામમાં એક વૃક્ષ પર યુવક અને યુવતીની લાશો લટકી રહી હતી,
આ કપલે થોડા મહિના પહેલા જ ઘરેથી ભાગીને પોતાના પરિવારોની વિરુદ્ધમાં લગ્ન કર્યા હતા, ઘટનાની જાણ થતા ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાઇ ગયો છે, નાનકડા ગામમાં ઝાડ પર લટકતી લાશો જોઇને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે જઇને બંનેની લાશો નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
અહી સવાલ એ છે કે 10 મહિના પહેલા ઘરેથી ભાગીને લગ્ન કરનારા આ કપલે આત્મહત્યા કરી છે કે પછી કોઇએ હત્યા કરીને તેમની લાશોને લટકાવી દીધી છે, થોડા દિવસ પહેલા ભાગીને લગ્ન કરવાની ઘટનામાં માંડલમાં પણ એક દલિત યુવકની હત્યા કરી દેવામા આવી હતી,રાજ્યમાં આવા કિસ્સા વધી રહ્યાં છે,ત્યારે દેવભૂમિ દ્વારકાની આ ઘટનાની ઉંડી તપાસ થાય તે જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
