Not Set/ યુપીમાં યોગી સરકારની આબરુનું વસ્ત્રાહરણ: 2 પોલીસની હત્યા કરી 3 ગુંડાને છોડાવાયા

ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસની આબરૂનું ગુંડાઓ અને માફિયાઓ દ્વારા રીતસરનું વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હોય તેવો ઘટ બન્યો છે. હજુ તો ગણતરીની કલાકો પહેલા સોનભદ્રમાં સામુહિક નરસંહાર કરવામાં આવ્યો છે. ત્યાર ફરી ઉત્તર પ્રદેશનાં સંભાલમાં બે પોલીસવાળાની નરાધમો દ્વારા ગોળી મારી હત્યા કરી નાખવામા આવી છે. આટલું ઓછું હોય તેમ અજાણ્યા હથિયારઘારીઓ દ્રારા પોલીસનાં તાબામાંથી […]

Top Stories India

ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસની આબરૂનું ગુંડાઓ અને માફિયાઓ દ્વારા રીતસરનું વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હોય તેવો ઘટ બન્યો છે. હજુ તો ગણતરીની કલાકો પહેલા સોનભદ્રમાં સામુહિક નરસંહાર કરવામાં આવ્યો છે. ત્યાર ફરી ઉત્તર પ્રદેશનાં સંભાલમાં બે પોલીસવાળાની નરાધમો દ્વારા ગોળી મારી હત્યા કરી નાખવામા આવી છે. આટલું ઓછું હોય તેમ અજાણ્યા હથિયારઘારીઓ દ્રારા પોલીસનાં તાબામાંથી 3 ગુનેગારોને પણ મુક્ત કરાવી જવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જીલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ રીતે નરાધમો દ્રારા પોલીસવાન  કે જે ગુનેગારોને લઇને જતી હતી તેને ગેરમાર્ગે દોરી જઇ હુમલો કર્યો હતો. પોલીસ પાર્ટી કેદીઓને ત્યાંથી લઈને જઇ રહી હતી. ત્યારે ફિલ્મઢબે અજ્ઞાત બંધુકધારીઓ દ્રારા પોલીસ પર ધાણી ફૂૂંટ ફાયરીંગ કરવામા આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ગોળીઓનો ધણધણાટ ગુંંજી ઉઠ્યો હતો. હુમલામાં બે પોલીસ કર્મી શહીદ થયા હતા. તો નરાધમો પોલીસનાં તાબામાંથી 3 કેદીને ફરાર કરાવી પોતાની સાથે લઇ ગયા હતા.

 મુરાદાબાદ કોર્ટમાં તારીખ હોવાથી લઇ જવામા આવેલા અપરાધીઓની ભરેલી પોલીસવાન ચંદૌસી અદાલતથી પાછી ફરી રહી હતી ત્યારે પોલીસ વેન સંકલ પોલીસ સ્ટેશનનાં બનાયિર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી અજાણ્યા બંધુકધારીઓ દ્રારા પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં  પોલીસવાનમાં સવાર સશસ્ત્રો પોલીસ કર્મીને ગોળી લાગતા મોત નિપજ્યા હતા. હુમલો અટલી સહજતા અને અચાનક કરવામા આવ્યો હતો કે પોલીસવાનમાં સવાર પોલીસ કઇ સમજે તે પહેલાતો અપરાધીઓ પોતાનું કામ તમામ કરી ભાગી ચૂક્યા હતા.

પોલીસ હાલ ફરાર કેદીઓ અને ગેરમાર્ગે દોરનારાઓની શોધમાં ચલાવી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ વારદાતનો ભેગ બનેલા બંને પોલીસ કર્મીઓને  રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેર કર છે. પરંતુ એક દિવસમાં રાજ્યમાં બે મોટા કેસો યોગી સરકારની કાયદાકીય વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા છે. જો કે બંને કિસ્સાઓમાં પોલીસ ટૂંક સમયમાં આરોપીને ધરપકડ કરવાનો દાવો કરવામા આવ્યો છે.