Not Set/ બોલો ! મા કાર્ડ હોવા છતા આ 17 હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી નાણાં વસુલ્યા

  અમદાવાદ રાજ્યમાં સરકાર ગરીબોને મફતમાં આરોગ્ય સારવાર આપવાની મોટી વાતો ભલે કરતી હોય પરંતું વાસ્તવિક પરિસ્થિતિ ઉલટી છે.હાલ ચાલી રહેલ વિધાનસભા સત્રમાં એવી માહિતી બહાર આવી છે જેમાં આરોગ્ય સેવાઓની પોલ ખુલી છે. સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાનગી હોસ્પિટલમાં ચલાવવામાં આવતા મા કાર્ડને લઈ માહિતી માગી હતી. જેનો જવાબ આપતા રાજ્યના આરોગ્યમંત્રી […]

Top Stories Gujarat

 

અમદાવાદ

રાજ્યમાં સરકાર ગરીબોને મફતમાં આરોગ્ય સારવાર આપવાની મોટી વાતો ભલે કરતી હોય પરંતું વાસ્તવિક પરિસ્થિતિ ઉલટી છે.હાલ ચાલી રહેલ વિધાનસભા સત્રમાં એવી માહિતી બહાર આવી છે જેમાં આરોગ્ય સેવાઓની પોલ ખુલી છે.

સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાનગી હોસ્પિટલમાં ચલાવવામાં આવતા મા કાર્ડને લઈ માહિતી માગી હતી. જેનો જવાબ આપતા રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 17 હોસ્પિટલ દ્વારા મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ પ્રકારની હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલવામાં આવ્યો નથી.

જે હોસ્પિટલો મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલ કર્યા તેમાં  ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ,બોડી લાઈન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ (નરોડા), સ્ટાર હોસ્પિટલ, નારાયણ રુગ્ણાલય હોસ્પિટલ, જી.સી.એસ. મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જીકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, HCG મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ(મીઠાખળી), લાઈફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.સરકારે આ હોસ્પિટલોને નોટિસ આપી છે.

જોવાની વાત એ પણ છે કે મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસે નાણા વસુલતી હોસ્પિટલો પાસેથી સરકારે કોઇ દંડ વસુલ્યો નથી.