Ahmedabad News: અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પેસેન્જરોના દેહ બળી જવાના કારણે એટલી હદે ક્ષતવિક્ષત થઈ ગયા હતા કે તેમને ઓળખવા મુશ્કેલ હતા. આ સંજોગોમાં બધા મૃતદેહોને છૂટીછવાયેલી હાલતમાં પણ એકત્રિત કરવામાં આવ્યા હતા અને બધા મૃતદેહોનું હવે ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.
ડીએનએ પરીક્ષણના આધારે મૃતદેહોની ઓળખ કરવામાં આવે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મૃતદેહની ચકાસણી પણ ડીએનએ પરીક્ષણના આધારે જ કરવામાં આવી હતી. તેમના ડીએનએની ચકાસણી તેમના બહેનના ડીએનએ સાથે કરવામાં આવી હતી. આ સંજોગોમાં કોઈને પણ થાય કે ડીએનએ પરીક્ષણ શું છે.
ડીએનએ ચકાસણી જેનેટિક ટેસ્ટિંગ તરીકે જાણીતી છે. તેમા વ્યક્તિના ડીએનએનું જેનેટિક વિશ્લેષણ કરવામાં આવે છે. તેમા તેની જેનેટિક માહિતી, ઓળખ, જનીન સંબંધ વગેરે જોવામાં આવે છે. તેનો ઉપયોગ કંઈ આ રીતે ફક્ત મૃતકોની ઓળખની જ ચકાસણી માટે થાય છે તેવું નથી. આ સિવાય વિવિધ હેતુઓ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
તેના આધારે વ્યક્તિની જેનેટિક સ્થિતિની ખબર પડે છે, રોગનું જોખમ જાણી શકાય છે, વ્યક્તિની પૈતૃક ઓળખ પણ નક્કી કરી શકાય છે. આના આધારે વ્યક્તિનો વંશવારસો પણ જાણી શકાય છે. ઘણી વખત મર્ડર જેવા કિસ્સાઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે મુખ્યત્વે આરોગ્યના હેતુસર તેનો ઉપયોગ વધારે થાય છે.
આમ આધાર કાર્ડ જે રીતે વ્યક્તિનું ઓળખપત્ર છે. આ જ રીતે વ્યક્તિના જીન્સ તે વ્યક્તિની લાક્ષણિકતાઓનો ઓળખપત્ર છે. આ જીન્સ તે વ્યક્તિનો સંબંધ દર્શાવે છે. આ ઘટના તે વાતનો પુરાવો છે કે ડીએનએ ટેસ્ટ કેટલા ઉપયોગી છે. વિમાન દુર્ઘટનામાં બધા જ મૃતદેહોની સોંપણી વ્યક્તિના જીન્સની ચકાસણી કરીને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો વ્યાપ વધુને વધુ વધે તેમ મનાય છે.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
