Not Set/ વડોદરા : પત્નીનું ભરણ પોષણ ન કરી શકનાર પતિએ કયું કઈક ખાસ, વાંચો

વડોદરા, માતાપિતાથી અલગ રહેવા દબાણ કરતી પત્નીના ભરણ પોષણના કેસ બાદ કોર્ટે કરેલા હુકમ પ્રમાણે પત્નીને ભરણ પોષણ આપી ન શકનાર પીડિત પતિએ માતા-પિતાની સુચનાથી જેલમાં જવાનું પસંદ કર્યું હતું. આ પત્ની પીડિત પતિને તેના જેવા પત્નીથી પરેશાન મિત્રોએ વરઘોડો કાઢીને પોલીસ મથકમાં હાજર કરાવ્યો હતો. આંક્રદ કરતા માતા-પિતા સાથે ફૂલ-હાર પહેરીને પોલીસ મથકમાં સ્થાનિક […]

Gujarat Vadodara Trending

વડોદરા,

માતાપિતાથી અલગ રહેવા દબાણ કરતી પત્નીના ભરણ પોષણના કેસ બાદ કોર્ટે કરેલા હુકમ પ્રમાણે પત્નીને ભરણ પોષણ આપી ન શકનાર પીડિત પતિએ માતા-પિતાની સુચનાથી જેલમાં જવાનું પસંદ કર્યું હતું.

આ પત્ની પીડિત પતિને તેના જેવા પત્નીથી પરેશાન મિત્રોએ વરઘોડો કાઢીને પોલીસ મથકમાં હાજર કરાવ્યો હતો. આંક્રદ કરતા માતા-પિતા સાથે ફૂલ-હાર પહેરીને પોલીસ મથકમાં સ્થાનિક લોકો સાથે પોલીસ મથકમાં આવેલા યુવાનને જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને એક તબક્કે ભાવુક માહોલ સર્જાયો હતો.

gujarat-Vadodara husband nourish his wife something special

હકીકતમાં, વડોદરા શહેર નજીક સયાજીપુરામાં ગામમાં રહેતા હેમંત રાજપુતના ૧૫ વર્ષ પહેલાં લગ્ન સુનિતા સાથે થયા હતા. હેંમત વ્યવસાયે છૂટક નોકરી-ધંધો કરીને પત્ની અને વૃધ્ધ માતા-પિતાનું ગુજરાન ચલાવતો હતો.

જો કે, હેમંતને પંદર વર્ષના સાંસારીક જીવનમાં સંતાન સુખ ન હતું. શરૂઆતના સમયમાં હેમંત અને સુનિતાનું લગ્ન જીવન સુખમય ચાલતુ હતું. આ વચ્ચે વર્ષો પછી સુનિતાએ પતિને અલગ રહેવા માટે જણાવ્યું હતું, પરંતુ, હેમંત માતા-પિતાને છોડીને પત્ની સાથે અલગ રહેવા માંગતો ન હતો. પરિણામે પત્ની સુનિતાએ પતિ અને વૃધ્ધા સાસુ-સસરા સાથે ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું.

gujarat-Vadodara husband nourish his wife something special

આખરે પત્ની સુનિતાએ પતિ સામે કોર્ટમાં ભરણ પોષણ માંગતો દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે સુનિતાની અરજીને ધ્યાનમાં લઇ પતિ હેમંતને માસિક રૂપિયા ૩૫૦૦ ભરણ પોષણ પેટે આપવા માટે હુકમ કર્યો હતો અને કોર્ટે જો પતિ ભરણ પોષણ ન ચૂકવે તો જેલમાં જવાનો હુકમ કર્યો હતો.

બીજી બાજુ હેમંત માટે માસિક રૂપિયા ૩૫૦૦ ચૂકવવા અશક્ય હતા. આથી તેણે તેના માતા-પિતાને વાત કરી હતી. માતા-પિતા જાણતા હતા કે, પુત્રવધૂ ખોટી રીતે પુત્ર ને હેરાન કરી રહી છે. માતા-પિતાએ પુત્રને પુત્રવધૂને ભરણ પોષણ ન ચૂકવવા સલાહ આપીને જેલમાં જવા માટે ભારે હૈયે જણાવ્યું હતું.

માતા-પિતાએ એમ પણ જણાવ્યું કે, અમે કોઇપણ હાલતમાં અમારું ગુજરાન ચલાવી લઇશું. અમારી ચિંતા કરીશ નહિં. પરંતુ જેલની સજા ભોગવી લે.

હેંમતે જલમાં જવાનો નિર્ણય કરતા તેના પત્નીથી પરેશાન મિત્રો પણ તેની વ્હારે આવ્યા હતા અને આજે હેમંતને ફૂલ-હાર કરીને બાપોદ પોલીસ મથકમાં હાજર કરવા માટે લઇ આવ્યા હતા. હેંમતને જેલમાં મોકલવા માટે માતા-પિતા તેમજ સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જ્યારે હેંમતે પોલીસ મથકમાં જવા માટે ડગ માંડ્યા ત્યારે માતા-પિતા તેઓના આંસુ રોકી શક્યા ન હતા. અને પુત્રને ભેટીને ચોંધાર આંસુએ રડી પડ્યા હતા.

પોલીસ મથકની બહાર ફૂલ-હાર પહેરીને પોલીસ મથકમાં આવેલા યુવાન અને તેના માતા-પિતાને રડતા જોઇ પોલીસ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે વિગત મેળવ્યા બાદ હેમંતની અટકાયત કરી હતી અને તેણે કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.