દિલ્હી
કર્ણાટકમાં વિશ્વાસનો મત લઇ રહેલી કુમારસ્વામીની સરકારે રાજ્યના ગવર્નર વજુભાઇ વાળા સામે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરી છે.ચીફ મિનિસ્ટર કુમારસ્વામીએ સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે પીટીશન કરતા જણાવ્યું છે કે વિધાનસભાની કાર્યવાહી કરી રહેલ સ્પીકરને રાજ્યના ગવર્નર નિર્દેશો ના આપી શકે.
ઉલ્લેખનીય છે કે હાલ વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત લઇ રહેલ કુમાર સ્વામીની સરકારને આજે(શુક્રવારે) સાંજે 6 વાગ્યા સુધી વિશ્વાસનો મત લઇ લેવા રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાએ બીજો પત્ર લખ્યો છે.આ અગાઉ ગુરૂવારે પણ રાજ્યપાલે કુમારસ્વામી સરકારને વિશ્વાસનો મત લેવા ડેડલાઇન આપી હતી.
આ પણ વાંચો
https://api.mantavyanews.in/governor-wrote-letter-urging-cm-kumaraswamy-prove-majority-till-6-pm/
કુમાર સ્વામીએ સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે વિધાનસભામાં જ્યારે વિશ્વાસનો મત લેવાઇ રહ્યો છે ત્યારે રાજ્યપાલ આવા નિર્દેશો ના કરી શકે.
રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગુરૂવારે કુમાર સ્વામી સરકારને જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે બપોરે 1.30 વાગ્યા સુધીમાં વિશ્વાસનો મત લઇ લે.એ પછી રાજ્યપાલે શુક્રવારે પણ વિશ્વાસનો મત લેવા ડેડલાઇન આપી હતી.
ચીફ મિનિસ્ટર કુમાર સ્વામીએ રાજ્યપાલ વજુભાઇ વાળાના આ પત્રને બીજો લવ લેટર જણાવ્યો હતો.કુમાર સ્વામીએ કહ્યું હતું કે હું રાજ્યપાલનું સન્માન કરૂ છું પરંતું તેમના બીજા લવ લેટરથી મને દુખ થયું છે.
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે ગુરૂવારે વિધાનસભાને સ્થગિત કરી લીધી હતી.બીજી તરફ વિશ્વાસનો મત લેવડાવવા માટે ભાજપના ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા હતા.
