ભાવનગર,
ભાવનગરમાં રહેતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ સુરેશ શિવાભાઈ માધવાણી હીરાના કારખાનાનું ચલાવતા તેમના જ કરખાનાની ગેલરીમાં એક માસુમ બાળકી સાથે જાતીય છેડછાડ કરવા અંગે ફસાયા છે. 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કરતો વીડિયો વાયરલ થતા સનસની ફેલાઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સુરેશ નામનો શખ્સ સગીરા સાથે અડપલાં કરી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે આ ઘટના 11 જુલાઈના રોજ બની હતી. પરંતુ જીતુ વાઘાણીના પિતરાઈ પર આરોપ લાગ્યો હોવાથી રાજકીય દબાણને કારણે ફરિયાદ લેવામાં આવી નહોતી તેવો આક્ષેપ ફરિયાદી સમાજના આગેવાન દ્વારા કરાયો હતો.
જો કે ફરીયાદી દ્વ્રારા વાંરવાર કહેવામાં આવતા બાદમાં પોલીસે ફરિયાદ નોંધી સુરેશની ધરપકડ કરી છે.
સુરેશ શિવાભાઈ માધવાણી કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવે છે. સગીર બાળાના માતા-પિતા ત્યાં હીરા ઘસવા જાય છે.
આ ઘટના બની તે દિવસે બાળકી તેમની સાથે કારખાને ગઈ હતી. તે સમયે તકનો ગેરલાભ ઊઠાવી સુરેશે સગીરાને અડપલાં કર્યા હતા.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
