છેલ્લા ઘણા દિવસથી દુનિયાનાં ઘણા દેશોમાં અને ખાસ કરીને દેશભરમાં ભૂંંકપન અનુભવાઇ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામા આવે ભારત અને આસપાસની તો છેલ્લા એક અઠવાડીયામાં ભારતમાં હિમાલયન બેલ્ટ, અરુણાચલ પ્રદેશ, નેપાળ સહિતનાં પ્રદેશોમાં વારંવાર ભૂકંપન નોંધવામા આવ્યું છે. તો ગુજરાતમાં પણ કચ્છનાં અકેનાં એક વિસ્તારમાં એક કરતા વધારે વખત ભૂકંપ અનુભવાયો છે. તે સિવાય હેલમાં જ નર્મદાનાં સરદાર સરોવર ડેમ વિસ્તારમાં પણ ભૂકંપ નોંધવામાં આવ્યો છે. તદ્દ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં જીલ્લામાં પણ વારંવાર ભૂકંપન નોંધવામા આવી રહ્યું છે.
IMD Earthquake: An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit East Kameng, Arunachal Pradesh at 4:24 AM today.
— ANI (@ANI) July 20, 2019
જો આજની વાત કરવામા આવે તો આજે પણ વહેલી સવારે 4.24 વાગ્યે, અરૂણાચલ પ્રદેશનાં ઇસ્ટ કામેંગ પ્રદેશમાં 5.5ની તિવ્રતાનો આંચકો અનુભવ કરવામા આવ્યો છે તો સવારે 9.17 વાગ્યે, માહારાષ્ટ્રનાં મહાનગર મુંબઇનાં એક પરા સમાન વિસ્તાર પાલઘરમાં 3.5ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે. આપને જણાવી દઇએ કે કચ્છ અને નર્મદા વિસ્તારમાં આવેલા આંચકાની તિવ્રતા પણ 3 કે 3ની આસપાસની હતી.
Maharashtra: An earthquake with a magnitude of 3.5 on the Richter Scale hit Palghar today at 9:17 am.
— ANI (@ANI) July 20, 2019
તો ગુજરાતનો દક્ષિણ વિસ્તાર પણ આજે સવારે ધણધણીયો હોવાનાં સામાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.દક્ષિણ ગુજરાતમા આવેલા ભૂકંપનું કેન્દ્રબીંદુ મહારાષ્ટ્રનાં નાસિક આપસાપ હોવાનું પ્રાથમિક માહિતી મુજબ સામે આવી રહ્યું છે.
આમ ભારત ભરમાં વારંવાર આવી રહેલા આંચકાથી હવે લોકોમાં ભયનો માહોલ જોવ મળી રહ્યો છે. 2002માં ભૂંકપે કચ્છમાં વેરેલા ભારે વિનાશ બાદ આ પ્રકારનાં આંચકાથી લોકોમાં ફરી કચ્છ નજર સામે તરી આવતા ફફડાટ જોવા મળી રહ્યા છે અને એક જ સવલ ઉઠી રહ્યો છે કે દેશભરમાં આવી રહેલા ભૂકંપનાં આંચકા, કંઇક મોટું થવાનાં સંકેત તો નથી ને….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
