Not Set/ લો બોલો!! વિજળી વિભાગની સામે આવી મોટી બેદરકારી, વૃદ્ધને મોકલ્યુ 1,28,45,95,444 નું બિલ

ઉત્તર પ્રદેશનાં હાપુડથી વિજળી વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. જ્યા એક વ્યક્તિને વિભાગે લાઇટ બિલ મોકલ્યુ જેને જોઇ આપ પણ ચોંકી જશો. ચમરી ગામનાં રહેવાસી એક વ્યક્તિને વિભાગે 1અરબ 28 કરોડ 45 લાખ 95 હજાર 444 રૂપિયાનું બિલ મોકલ્યુ છે. જ્યારે તેણે આ બિલની પરચીને જોયુ તો તેને પણ તેની આંખ પર ભરોસો […]

Top Stories India

ઉત્તર પ્રદેશનાં હાપુડથી વિજળી વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. જ્યા એક વ્યક્તિને વિભાગે લાઇટ બિલ મોકલ્યુ જેને જોઇ આપ પણ ચોંકી જશો. ચમરી ગામનાં રહેવાસી એક વ્યક્તિને વિભાગે 1અરબ 28 કરોડ 45 લાખ 95 હજાર 444 રૂપિયાનું બિલ મોકલ્યુ છે. જ્યારે તેણે આ બિલની પરચીને જોયુ તો તેને પણ તેની આંખ પર ભરોસો ન થયો. તે વિચારવા લાગ્યો કે આટલુ મોટુ બિલ કેવી રીતે આવી શકે.

વિભાગ દ્વારા મોકલવામાં આવેલી બિલની પરચી પર પીડિત વ્યક્તિનો આરોપ છે કે કોઇ પણ તેમની દલીલોને સાંભળવા માટે તૈયાર નથી. અમે આટલી મોટી રકમને કેવી રીતે ભરીશું? વધુમાં કહ્યુ કે, જ્યારે અમે આ સંદર્ભમાં ફરિયાદ કરવા ગયા તો અમને કહેવામાં આવ્યુ કે જ્યા સુધી અમે બિલની રાશીને ભરીશુ નહી ત્યા સુધી તેઓ વિજળીનાં કનેક્શનને ફરી શરૂ કરશે નહી.

પીડિતે આરોપ લગાવ્યો કે, આ મામલે વિજળી વિભાગનાં કોઇ અધિકારી વાત માની રહ્યા નથી. સહાયક વિદ્યુત ઇજનેર રામ શરણનું કહેવુ છે કે આ કોઇ ટેકનીકલ સમસ્યા છે. જો તેઓ અમને બિલ આપે છે તો અમે સિસ્ટમમાં ટેકનીકલ ખરાબીને સુધારી તેમને એક યોગ્ય બિલ જારી કરીશું. અધિકારીનું કહેવુ છે કે, આ કોઇ મોટી વાત નથી, ક્યારેક ટેકનીકલ સમસ્યાઓનાં કારણે આવુ બનતુ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.