કેન્દ્ર સરકારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી) નો શુભારંભ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પહોંચીને આ યોજનાનો શુભારંભ કર્યો. કેન્દ્ર સરકાર આજથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ( આઈપીપીબી ) દ્વારા વંચિત લોકોને બેંકિંગ સુવિધા પહોંચાડી રહી છે. પોસ્ટ ઓફિસ પર લોકોને ભરોસો હોય છે, અને નજીક પણ હોય છે, તેથી સરકારે આ યોજના બનાવી છે. આ યોજના દ્વારા ટપાલી હવે હરતી ફરતી બેંક બની ગયા છે.
Delhi: Prime Minister Narendra Modi launches India Post Payments Bank (IPPB). IPPB will have 650 branches and 3250 Access Points across the country. All the 1.55 lakh Post Offices in the country will be linked to the IPPB system by December 31. pic.twitter.com/SphH3yRq6k
— Mantavya News (@Mantavyanews) September 1, 2018
આનાથી ઘરે બેઠા પૈસા જમા કરાવવા અને ઉપાડવાની સુવિધા મળશે. માત્ર આધાર કાર્ડથી જ ખાતું ખોલી શકાશે. પીએમ મોદીએ જણાવ્યું કે ફક્ત એક મેસેજ કરવા પર ટપાલી ઘરે આવીને પૈસા લઇ જશે અને આપી જશે. આમ બચત ખાતા પર 4 ટકા વ્યાજ પણ મળશે. આમ ન્યુનત્તમ રકમ રાખવાની કોઈ જબરજસ્તી નથી. દેશના 650 જિલ્લામાં આ સેવા મળશે. આ દરમિયાન સૌથી પહેલા પીએમ મોદીએ પોતાના ફોનમાંથી મેસેજ મોકલીને ખાતું ખોલ્યું હતું.
Through India Post Payments Bank (IPPB) we will reach to every nook & corner of the country. Bank & banking services will be available at every person's doorstep: PM Narendra Modi at the launch of India Post Payments Bank (IPPB) pic.twitter.com/GUspRZqaDQ
— Mantavya News (@Mantavyanews) September 1, 2018
મોટા પ્રમાણમાં શરુ થનારી આ સેવામાં 650 શાખાઓ સામેલ થશે, અને 17 કરોડ ખાતાઓ સાથે બેન્કિંગ શરુ થશે. આનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને મોટા પ્રમાણમાં ફાયદો મળશે.
પીએમ મોદીએ કહ્યું કે ટપાલ ભારતીય ઇતિહાસનો ભાગ છે. એટલે ટપાલી પર વિશ્વાસ બની રહેશે. એમણે કહ્યું કે હવે ટપાલી બેન્ક લાવ્યો છે. નવી ટેક્નિકના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ( આઈપીપીબી ) નવી અને અદભુત વ્યવસ્થા હશે. આના દ્વારા ગ્રાહકોને પાસવર્ડ અને પિન યાદ રાખવાની જરૂર નહિ રહે. પીએમ મોદીએ નીરવ મોદી, માલ્યા જેવા લોકોના ઉદાહરણ આપતા કહ્યું કે પહેલા જે બેંક જે લોકોની પાછળ ભાગતી હતી, હવે એ લોકો બેંક પાછળ ભાગશે.
Swift action is being taken against 12 biggest defaulters who were given loans before 2014. I want to assure the country that none of these big loans was given by our government: PM Narendra Modi at the launch pic.twitter.com/7yVRfg70gN
— Mantavya News (@Mantavyanews) September 1, 2018
આ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદથી લઈને 2008 સુધી દેશની બેંકોએ 18 લાખ કરોડ રૂપિયા જ લોન પર આપ્યા હતા, પરંતુ 2008 બાદ છ વર્ષોમાં આ રકમ વધીને 52 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ હતી.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર એનપીએનું સત્ય, ગઈ સરકારના આ ગોટાળાને દેશની સામે લઈને આવી છે. અમે ફક્ત બીમારી વિષે જાણ્યું જ નથી, પરંતુ એના કારણ પણ તપાસ્યા અને એ બીમારીને દૂર કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લીધા છે.
