ઝારખંડમાં લોકોના જૂથે ભેગા મળીને 4 વ્યક્તિઓની હત્યા કરી નાખી છે.ઝારખડના ગુમલા જિલ્લામાં અજ્ઞાત હુમલાખોરોએ દંપતી સહિત 4 લોકોની હત્યા કરતા સનસનાટી મચી ગઇ હતી.આ લોકોને શક હતો કે દંપતી જાદુ ટોના કરે છે.
મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાતે 12 જેટલાં વ્યક્તિઓ તેમનો ચહેરો ઢાંકીને ગુમલા ગામમાં પહોંચ્યા હતા.આ નકાબપોશોએ ચારેયને બહાર રસ્તા પર લઈ જઈને લાકડી દંડા વડે ફટકાર્યા હતા.માર માર્યા બાદ હુમલો કરનારાઓ ફરાર થઈ ગયા હતા.
Jharkhand: 4 persons killed allegedly by 10-12 unidentified miscreants in Gumla. Anjani Kumar Jha, SP Gumla, says, “Prima facie, it appears the victims were involved in witchcraft. Crime seems to have happened because of superstitious beliefs. Investigation underway.” (20.07.19) pic.twitter.com/L5RyrwWIkH
— ANI (@ANI) July 21, 2019
એવું માનવામાં આવે છે કે હત્યારાઓને શક હતો કે મૃતક વ્યક્તિઓ મંત્ર તંત્ર કરીને ગામને હેરાન કરે છે.
એસપી અંજની કુમારે કહ્યું કે તમામ મૃતક સિસઇના પિસકારી ગામના છે અને પોતાના ઘરોમાં તંત્ર-મંત્ર કરતા હતા. અંધવિશ્વાસને કારણે હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. મૃતકની ઓળખ સુના ઉરાંવ (62), ચાપા ભગત (62) અને તેમની પત્ની પીરી દેવી (60) તરીકે થઈ છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
