Not Set/ Photos : Face App નો ઉપયોગ કરતા વૃદ્ધ થઇ રહ્યા છે લોકો, ક્રિકેટર પણ દેખાયા Crazy

સમગ્ર દુનિયામાં Face Appનો ઉપયોગ કરી પોતાના ભવિષ્યને જોવાની જાણે રેસ લાગી ગઇ છે. સામાન્ય માણસથી લઇને જાણીતી હસ્તીઓ પણ આ એપનાં માધ્યમથી ભવિષ્યમાં તે કેવા દેખાઇ શકે છે તે જોવા ઉત્સુક બન્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તમને આ એપનાં માધ્યમથી લેવામાં આવેલા ઘણા ફોટા જોવા મળી જશે. લોકો આ એપથી પોતાને વૃદ્ધ બતાવતા […]

Top Stories

સમગ્ર દુનિયામાં Face Appનો ઉપયોગ કરી પોતાના ભવિષ્યને જોવાની જાણે રેસ લાગી ગઇ છે. સામાન્ય માણસથી લઇને જાણીતી હસ્તીઓ પણ આ એપનાં માધ્યમથી ભવિષ્યમાં તે કેવા દેખાઇ શકે છે તે જોવા ઉત્સુક બન્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તમને આ એપનાં માધ્યમથી લેવામાં આવેલા ઘણા ફોટા જોવા મળી જશે. લોકો આ એપથી પોતાને વૃદ્ધ બતાવતા ફોટોને ખૂબ શેર કરી રહ્યા છે.

આ લિસ્ટમાં સૌથી પહેલો ચહેરો ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનો જોવા મળશે. વિરાટનો આ ફોટો હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આઈસીસી વિશ્વકપ 2019માં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવનાર ડેવિડ વોર્નરનો વૃદ્ધાવસ્થાનો ફોટો જોઇ તમે પણ કહેશો કે He’s still handsome.

આઈસીસી વિશ્વકપ 2019માં પોતાની બેટિંગ અને બોલિંગથી ટીમને વિશ્વ વિજેતા બનાવનાર બેન સ્ટોક્સ પણ આ એપની મદદથી કઇક આવા અંદાજમાં જોવા મળશે.

ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ પોતાના આ લુકથી ઘણા ચર્ચામાં છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું ભવિષ્ય કહેવાતા જો રૂટનો ભવિષ્યનો ફોટોને જોઇ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વેસ્ટ ઈંન્ડિઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેઇલનું વૃદ્ધાવસ્થાનો ફોટો જોવા જેવો છે.

શ્રીલંકાનાં ફાસ્ટ બોલર લશિથ મલિંગાનો પણ Face App ફોટો ખૂબ વાયરલ થયો છે.

સાઉથ આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુપ્લેસી પણ વૃદ્ધાવસ્થામાં કેવા લાગશે તે આપ જોઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.