રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. જયારે અમદાવાદમાં આજથી આગામી બે દિવસ સારો વરસાદ પડે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગે કરી છે.
આ આગાહીમાં ઉત્તર ગુજરાતની સાથે સાથે અમદાવાદ,ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ શરુ થઇ ચુક્યો છે. જેમાં આશ્રમ રોડ, શાહપુર,વેજલપુર,જીવરાજ પાર્ક,દરિયાપુર,શાહીબાગ, શાહપુર, એસજી હાઈવે અને પકવાન સહિત કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું હોવાથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અરવલ્લી,મહિસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
