Not Set/ દાઉદ ઇબ્રાહિમનાં ભત્રીજા રિઝવાન કાસકર પર લગાવવામાં આવ્યો મકોકા

મુંબઈ ક્રાઈમ બ્રાંચે ડી કંપનીનાં દાઉદ ઇબ્રાહિમનાં ભત્રીજા રિઝવાન કાસકર અને અન્ય બે પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ 1999 (મકોકા) લાદવામાં આવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર પોલીસ હવે આ કેસમાં ફહિમ મચમચ અને છોટા શકીલની શોધ કરી રહી છે. રિઝવાન કાસ્કર ઉપર મકોકા લાગુ કર્યા બાદ હવે આ કેસની તપાસ એડિશનલ પોલીસ કમિશનર કરશે. […]

India

મુંબઈ ક્રાઈમ બ્રાંચે ડી કંપનીનાં દાઉદ ઇબ્રાહિમનાં ભત્રીજા રિઝવાન કાસકર અને અન્ય બે પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ 1999 (મકોકા) લાદવામાં આવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર પોલીસ હવે આ કેસમાં ફહિમ મચમચ અને છોટા શકીલની શોધ કરી રહી છે. રિઝવાન કાસ્કર ઉપર મકોકા લાગુ કર્યા બાદ હવે આ કેસની તપાસ એડિશનલ પોલીસ કમિશનર કરશે.

મળતી માહિતી મુજબ છોટા શકીલ પર છેલ્લાં 10 વર્ષમાં 50 અને 100 થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. આ પહેલા રિઝવાન અને અહમદ રઝા સહિતનાં બે અન્યને 29 જુલાઈ સુધી મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

આપને જણાવી દઇએ કે, મુંબઇ પોલીસે 17 જુલાઈમાં એરપોર્ટથી તેની ધરપકડ કરી હતી, જ્યારે તે દેશ છોડવાની ફીરાકમાં હતા. રિજવાન પર એક વેપારી પાસેથી ગેરકાયદેસર નાણાંની માંગણી કરવાનો પણ આરોપ છે. વળી રિઝવાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાં ભાઇ ઇકબાલ કાસકરનો પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહિમની મુશ્કેલીઓમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે. પોલીસ દાઉદનાં નજીકનાં મિત્રોની સતત ધરપકડ કરી રહી છે. થોડા દિવસો પહેલા પોલીસે અહેમદ રઝાને કસ્ટડીમાં લીધો હતો. અહેમદ રઝા છોટા શકીલની નજીક હોવાનું સામે આવ્યુ છે અને તે ડી કંપની દ્વારા સંચાલિત હવાલા રેકેટમાં સામેલ છે. આ અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાંચ (એઈસી) ના એન્ટી એક્સટોર્શન સેલે દાઉદનાં નજીકનાં સાથી રિયાઝ ભાટીની ધરપકડ કરી હતી.

અગાઉ રિઝવાન કાસકરનાં પિતા ઇકબાલ કાસકરની પણ થાણે પોલીસે ગેરકાયદેસર રિકવરીનાં કેસમાં ધરપકડ કરી હતી. તે જ સમયે, પોલીસને બાતમી મળી હતી કે ડી કંપની દ્વારા સંચાલિત હવાલા રેકેટ મુંબઇ, સુરત અને થાણેમાં ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ પોલીસે અહમદ રઝાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને રિઝવાન કાસકર વિશેની મહત્વની માહિતી મળી હતી.

આપને જણાવી દઇએ કે, 1993 નાં મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમ છે. અહેવાલ મુજબ, અહમદ રઝાનાં તાર સીધા દાઉદનાં નજીકનાં સહાયક ફહીમ મચમચ સાથે સંબંધિત છે. પોલીસે રઝાની ધરપકડ કરી હતી, ત્યારે તે સમયે તેની પાસેથી ચાર મોબાઈલ ફોન પણ મળી આવ્યાં હતાં. ફોનની તપાસ દરમિયાન પોલીસે એક ઓડિયોની પણ પૂછપરછ કરી હતી જેમાં રઝા અને ફહીમ વચ્ચે થયેલી વાર્તાલાભનો ઓડિયો હતો. રિઝવાન કાસકર પર મકોકા લાદવો તે દાઉદ ઇબ્રાહિમને મોટો આંચકા બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.