Not Set/ દિલ્હીમાં નોધાયાં 28,395 નવા કેસ, 277 દર્દીઓનાં મોત થયાં

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હીમાં 9,05,541 લોકોને ચેપ લાગ્યો છે અને 12,638 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 8,07,328 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.

Top Stories India

કોરોનાની બીજી લહેર દિલ્હીવાસીઓને ઘમરોળી રહી છે.  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 28,395 કેસની પુષ્ટિ થઈ છે. જે  દિવસમાં નોધાયેલા સૌથી વધુ કેસનો આંક છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 10 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ આજે 277 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હીમાં 9,05,541 લોકોને ચેપ લાગ્યો છે અને 12,638 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 8,07,328 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલા નવા કેસની વિગતો 
સોમવારે, 23,686 લોકોને ચેપ લાગ્યો હતો અને 240 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
રવિવારે 25462 લોકોને ચેપ લાગ્યો હતો અને 161 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
શનિવારે 24375 લોકોને ચેપ લાગ્યો હતો અને 167 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
શુક્રવારે, 19486 લોકોને ચેપ લાગ્યો હતો અને 141 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
ગુરુવારે, 16699 લોકોને ચેપ લાગ્યો હતો અને 112 દર્દીઓનાં મોત થયાં હતાં.
બુધવારે, 17282 લોકોને ચેપ લાગ્યો હતો અને 104 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
મંગળવારે 13468 લોકોને ચેપ લાગ્યો હતો અને 81 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

કોરોનાના નવા કેસોમાં વધારો થવાને કારણે હોસ્પિટલોમાં ભીડ વધી રહી છે. દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઓક્સિજન સપ્લાય ઘટાડવાનો દાવો કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, દિલ્હીમાં ઓક્સિજનનું ગંભીર સંકટ છે. હું ફરી એક વખત કેન્દ્રને દિલ્હીને વહેલી તકે ઓક્સિજન સપ્લાય કરવા વિનંતી કરું છું. કેટલીક હોસ્પિટલોમાં થોડા કલાકો માટે માત્ર ઓક્સિજન જ બાકી છે. “

કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 26 એપ્રિલ (સોમવાર) સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ટિ્‌વટ કરીને કહ્યું કે, આજે દિલ્હીમાં લોકડાઉન શરૂ થઈ ગયું છે. આ નિર્ણય તમારા સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કૃપા કરી સરકારને સહયોગ આપો, તમારા ઘરે રહો, ચેપથી દૂર રહો. ”

સોમવારે મુખ્યમંત્રીએ લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું હતું કે દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, આરોગ્ય તંત્રને તૂટી જવાથી બચાવવા માટે દવાઓ, પલંગ, આઈસીયુ, ઓક્સિજનની તીવ્ર અછત છે.