જેડીયુનાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત કિશોર સતત નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. બુધવારે પણ તેમણે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. પ્રશાંત કિશોરે કહ્યું કે, જો તેઓને આ કાયદાના વિરોધની પરવા નથી, તો પછી તમે કેમ આગળ વધી રહ્યા નથી અને સીએએ-એનઆરસી લાગુ કરતા નથી. પ્રશાંત કિશોરે નાગરિકત્વ સુધારણા કાયદાનાં મુદ્દે પણ તેમની પાર્ટીનાં નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
પ્રશાંત કિશોરે અમિત શાહને તેમના નિવેદનને લઇને નિશાન બનાવ્યું હતું જેમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેઓ વિરોધની પરવા નથી કરતા, સરકાર નાગરિકતા સુધારો અધિનિયમ પર પીછે હઠ કરશે નહીં. પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું હતું કે, ‘નાગરિકોની અસમંત્તિને નકારી કાઠવુ કોઈ સરકારની તાકાતનો સંકેત ન હોઇ શકે. જો તમને સીએએ અને એનઆરસીનો વિરોધ કરનારાઓની પરવા નથી, તો પછી તમે આ કાયદા પર કેમ આગળ વધતા નથી. તમે દેશ માટે આટલી મોટી ઘોષણા કરી છે તેને તે જ ક્રોનોલોજીમાં સીએએ અને એનઆરસીને લાગુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
https://twitter.com/PrashantKishor/status/1219824934484152326?s=20
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા સુધારા કાયદાનાં સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું. અમિત શાહે દેશભરમાં સીએએ વિરુદ્ધનાં વિરોધને લઈને વિપક્ષ પર હુમલો કર્યો હતો. શાહે કહ્યું હતું કે, “સીએએ વિરુદ્ધ વિરોધ મૂંઝવણ ફેલાવી રહ્યો છે અને દેશને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.” અમિત શાહે કહ્યું હતું કે લખનઉની ભૂમિથી ડંન્કાની ચોટ પર, હું કહેવા આવ્યો છું કે જેમણે વિરોધ કરવો હોય કરે, સીએએ પાછુ નહીં લેવાય.
અમિત શાહે વિપક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે લાખો કાશ્મીરી પંડિતોને કાશ્મીરથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમનો માનવાધિકાર ક્યાં ગયો હતો. તેમણે કહ્યું કે જેમણે વિરોધ કરવો હોય કરી લે, પરંતુ સીએએ પાછુ નહીં લેવાય. અમિત શાહે વિપક્ષનાં નિવેદન પર કહ્યું, ‘રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, માયાવતી… હું જાહેર ચર્ચા માટે તૈયાર છું. લઘુમતી છોડી દો, કોઈની પણ નાગરિકતા ખોવાઈ જશે, આ જણાવી દો. દેશમાં કોંગ્રેસ, સપા, બસપા અને તૃણમૂલ હડતાલ અને દંગાઓ કરાવી રહ્યા છે. સીએએમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ છે, નાગરિકત્વ છીનવી લેવાની નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
