Not Set/ #વરસાદ – વલસાડ : ભારે વરસાદથી ઔરંગા, પાર, કોલકમાં ઘોડાપૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લા પર વરસાદનાં બીજા મેગા રાઉંડમાં પણ ભારે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદનાં કરાણે વલસાડનાં પારડી નજીક આવેલી પાર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદથી આ નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાર નદીનો નાનો ફરવા લાયક બ્રિજ પાણીમાં ગરકાવ થઈ […]

Top Stories Gujarat

દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લા પર વરસાદનાં બીજા મેગા રાઉંડમાં પણ ભારે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદનાં કરાણે વલસાડનાં પારડી નજીક આવેલી પાર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદથી આ નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાર નદીનો નાનો ફરવા લાયક બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ નદી કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી નદી છે.

સાથે સાથે વલસાડના કપરાડા તાલુકા અને ઉપરવાસમાં ભારે વરસાદથી કોલક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે રોહિયાળ તલાટ ગામન કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કોઝવે રોહિયાળ તલાટ અને લવકરને જોડે છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા છતાં લોકો જીવના જોખમે વાહનો પર કોઝવે ક્રોસ કરી રહ્યા છે.

વરસાદથી વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી વલસાડના બંદર રોડ પર આવેલા પીચિંગગ પર ફરી વળ્યા છે. તો બંદર રોડથી નાના લીલાપોર જતો રસ્તો પણ બંધ કરી દેવાયો છે. સ્થિતિને પહોંચી વળવા વલસાડ પાલિકાની ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. જેના કારણે વલસાડના કૈલાસ રોડનો બ્રિજ બંધ કરી દેવાયો છે. હજુ સતત પાણીની આવક ચાલુ છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.