Vadodara News : વડોદરા શહેરના રણોલીમાંથી SMCની ટીમે ચાર શખ્સોની ધરપકડ કરીને ડિઝલ પેટ્રોલના જથ્થા સાથે રૂ.44,25,415નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ની ટીમને માહિતી મળી હતી કે વડોદરાના રણોલી, IPCL રોડ જય નારાયણ એસ્ટેટ સ્થિત અમ્મા રોડવેઝ ટ્રાન્સપોર્ટ ઓફિસ નજીકના ખુલ્લા પ્લોટમાં પેટ્રોલ ડિઝલનો ચોરીનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે.
જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.18,48,445ની કિંમતનો ડિઝલ અને પેટ્રોલનો જથ્થો, ચાર મોબાઈલ,ત્રણ વાહનો મળીને કુલ રૂ. 44,25,415નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અહીંથી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં શકીલ એસ.રંગવાલા, મિથીલેશ એલ.યાદવ, વિપુલ એસ.પેરમાર અે દિનેશ આર.યાદવનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 28 લાખના નશીલા પદાર્થ સાથે 53 લાખનો મુદ્દામાલ કબજે, ચાર શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: પતિ પત્નીના ઝગડામાં સાળાએ બનેવીને 5માં માળેથી ફેકયો નીચે
આ પણ વાંચો: 48 કલાકમાં 10 લોકોની હત્યા, દિવાળી સમયે ખેલાયા ખૂની ખેલ
