Not Set/ ગોવિંદાને મળી હતી હોલિવુડ ફિલ્મ અવતારની ઓફર, શું કારણ રહ્યુ કે તેણે ન કરી, જાણો

હોલિવુડ ફિલ્મ અવતાર તમે જરૂર જોઇ હશે. ફિલ્મ તેના સ્પેશ્યલ ઇફેક્ટનાં કારણે દુનિયાભરમાં ચર્ચામા રહી હતી. એક એવી ફિલ્મ કે જેને વારંવાર જોવી ગમે, તેવી આ ફિલ્મમાં તમને જો કામ કરવાની તક મળે તો તમે શું કરશો? દરેક આ તકનો લાભ ઉઠાવવાનું જ કહેશે પરંતુ આપને જાણીને નવાઇ લાગશે કે બોલિવુડનાં હીરો નંબર વન ગોવિંદા […]

Uncategorized

હોલિવુડ ફિલ્મ અવતાર તમે જરૂર જોઇ હશે. ફિલ્મ તેના સ્પેશ્યલ ઇફેક્ટનાં કારણે દુનિયાભરમાં ચર્ચામા રહી હતી. એક એવી ફિલ્મ કે જેને વારંવાર જોવી ગમે, તેવી આ ફિલ્મમાં તમને જો કામ કરવાની તક મળે તો તમે શું કરશો? દરેક આ તકનો લાભ ઉઠાવવાનું જ કહેશે પરંતુ આપને જાણીને નવાઇ લાગશે કે બોલિવુડનાં હીરો નંબર વન ગોવિંદા આ ફિલ્મનાં ઓફરનો અસ્વિકાર કરી ચુક્યા છે.

લાંબા સમયથી બોલિવુડનાં હીરો નંબર વન ગોવિંદા હાલમાં ફિલ્મોથી ઘણા દૂર છે, પરંતુ હવે તેઓ તેમના એક ખુલાસાનાં કારણે લાઈમલાઇટમાં આવ્યા છે. હાલમાં જ એક ટીવી શોમાં પહોંચેલા ગોવિંદાએ પોતાના અંગત જીવન અને કારકિર્દી અંગે ઘણા આશ્ચર્યજનક ઘટસ્ફોટ કર્યા છે. ગોવિંદાએ કહ્યું હતું કે, તેણે તેની ફિલ્મી કરિયર દરમિયાન ઘણી ફિલ્મો કરવાની ના પાડી હતી. જે પાછળથી બ્લોકબસ્ટર બની હતી. જેમા તાલ, ગદર અને દેવદાસની સાથે હોલીવુડની ફિલ્મ અવતાર પણ શામેલ છે.

ગોવિંદાએ કહ્યું કે તેણે જેમ્સ કેમેરોનને હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ અવતારનું નામ સૂચવ્યું હતું, એટલું જ નહીં, તેમને ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની ઓફર પણ કરવામાં આવી હતી. પરંતુ તે સમયે ગોવિંદાએ ફિલ્મ કરવાની ના પાડી હતી. જે પાછળથી સુપરહિટ સાબિત થઈ. તેણે જેમ્સને કહ્યું હતું કે આ ફિલ્મ બનાવવા માટે 7 વર્ષનો સમય લાગશે. એટલું જ નહીં, મેં કહ્યું હતું કે આ મૂવી સુપરહિટ થશે.

ગોવિંદાએ કહ્યું કે આ ફિલ્મને નકારવાનું કારણ તે હતું કે હુ મારા શરીરને રંગાવવા ઇચ્છતો નહોતો. મારા જેવો વ્યક્તિ ફક્ત બોડી પેઇન્ટિંગ કરીને આખી ફિલ્મ કરી શકે નહીં. આ કારણોસર, મેં ફિલ્મમાં કામ કરવાની ના પાડી અને આ માટે હું તમારા બધાની માફી માંગું છું. બોડી પેઇન્ટ ન કરવા ઉપરાંત, હું 410 દિવસમાં ફિલ્મનું શૂટિંગ પણ પૂરી કરી લઉ, જે તે સમયે શક્ય નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.