ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીર પર મોટો નિર્ણય લેતા કલમ 370 નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી. સાથે તેમણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ભલામણ પણ કરી. જમ્મુ-કાશ્મીરની પોતાની વિધાનસભા હશે જ્યારે લદ્દાખ વિધાનસભા વિના રહેશે. ગૃહમંત્રીનાં આ પ્રસ્તાવથી જમ્મુ-કાશ્મીરને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. અમિત શાહનાં આ ઐતિહાસિક નિર્ણય અંગે હવે પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. કવિ કુમાર વિશ્વાસે એક કવિતા દ્વારા ગૃહમંત્રીનાં આ પગલાની પ્રશંસા કરી છે.

જમ્મુ-કાશ્મીર અંગેનાં આ મોટા નિર્ણય બાદ લોકોએ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજકારણી અને કવિ કુમાર વિશ્વાસે મોદી સરકારનાં આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. તેમણે સરકારનાં નિર્ણયની પ્રશંસા કરતી એક કવિતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું છે કે, ‘ભારતમાતાનાં માથાનું પ્રાચીન પીરને હરાવવા માટે સરકારનો આભાર! દાયકાઓથી બાકી રહેલી આ સર્જરી દરમિયાન દરેક નાગરિકને દેશની સાથે રહેવાની વિનંતી છે! આ ઐતિહાસિક ક્ષણો છે. ઇજા ક્યા સુધી પાળીએ, યુદ્ધ ક્યા સુધી ટાળીએ, તૂ પણ છે રાણાનો વંશજ, ફેંક જ્યા સુધી ભાલો જાય.’

આ ટ્વિટ બાદ તેમણે એક અન્ય ટ્વીટ પણ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, “આજે ધંધો બંધ થયો અને આજે ફૂઇ-ભત્રીજા કપડા ફાંડી ભિખારી થઇ ગયા.” કલમ 370 પરત ખેંચ્યા બાદ અન્ય રાજ્યોનાં લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. તેટલું જ નહીં, તેઓ નોકરી અને અન્ય સરકારી સહાય માટે પણ હકદાર બનશે. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતનાં અન્ય કોઈ રાજ્યનાં વ્યક્તિ સાથે લગ્ન કરતી તો તેના સંપત્તિનાં માલિકીનો અધિકાર સમાપ્ત થઈ જતો હતો. જો કાશ્મીરી મહિલાનાં લગ્ન પાકિસ્તાનની કોઈ વ્યક્તિ સાથે થાય, તો તેના પતિને જમ્મુ-કાશ્મીરની નાગરિકતા પણ મળી જતી હતી, પરંતુ હવે આવું નહીં થાય, આ કલમ હટાવ્યા બાદ આ બધા નિયમોનો અંત આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
