Not Set/ દ્વિપક્ષીય વ્યાપાર બંધ કરતા પાયમાલ પાકિસ્તાન વધુ કંગાળ થવાનાં માર્ગે

આર્થિક પાયમાલી તરફ ઝડપથી આગળ વધી રહેલા પાકિસ્તાને જુની કહાવત “કડકે તો કડકે પર નવાબ કે લડકે” જેવું આત્મઘાતી પગલું ભર્યુ છે. અને ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર બંધ કરવાનું એલાન જાણે મોટી મોથ મારી લીધી હોય તેવી રીતે કરી નાખ્યું છે. કહેવાય છે ને, કે જોશમાં હોશ ન હોય”, બસ પાકિસ્તાન હાલ  લોક વાચાને સાબિત […]

Top Stories

આર્થિક પાયમાલી તરફ ઝડપથી આગળ વધી રહેલા પાકિસ્તાને જુની કહાવત “કડકે તો કડકે પર નવાબ કે લડકે” જેવું આત્મઘાતી પગલું ભર્યુ છે. અને ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર બંધ કરવાનું એલાન જાણે મોટી મોથ મારી લીધી હોય તેવી રીતે કરી નાખ્યું છે. કહેવાય છે ને, કે જોશમાં હોશ ન હોય”, બસ પાકિસ્તાન હાલ  લોક વાચાને સાબિત કરી રહ્યું છે.

પાકિસ્તાને પોતાના પગ પર કૂહાડો માર્યો

ભારત પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવની સ્થિતી સર્જાઈ ગઈ છે. મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરથી આર્ટીકલ 370 અને આર્ટીકલ 35એ હટાવાયા પછી પાકિસ્તાનમાં હલચલ મચી છે. હવે પાકિસ્તાન, ભારત વિરૂદ્ધ અનેક તુક્કા અપનાવી રહી છે. જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો નાબુદ કર્યા બાદ, પાકિસ્તાને ફરીથી ભારત સાથે રાજદ્વારી સંબંધોને ઘટાડવાની અને દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમજ માલ સામાનનો આયાત નિકાસ બંધ કરી દીધુ. પાકિસ્તાનના આ નિર્ણયથી ભારતને કોઇ નુશકાન થાય તેમ નથી. ૫ણ કંગાળ પાકિસ્તાને ભારત સાથે વેપારનો છેડો ફાડીને પોતાના પગ પર કૂહાડો માર્યો છે.

સિંદરી બળી ગઈ પણ વળ ન ગયો
કાંઈક એવુ જ નજારો હવે પાકતિસ્તાનમાં જોવા મળી રહ્યો છે..જે દિવસથી મોદી સરકારે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો નાબુદ કર્યા છે. તે દિવસથી જમ્મુ કાશ્મીરથી વધારે પાકિસ્તાનમાં હલચલ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટવાના સમચાર સાંભણી એટલો ગુસ્સો થયો છે કે તેમણે ભારત સાથે રાજદ્વારી સંબંધોને ઘટાડવાની અને દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી છે. દ્વિપક્ષીય વેપારને સ્થગિત કરવાનો અર્થ છે કે બંને દેશો વચ્ચેનો વેપાર હવે બંધ થશે. એટલે કે ભરતથી પાકિસ્તન અને પાકિસ્તનથી ભારતમાં ઈમ્પોર્ટ – એક્સપોર્ટ થતા તમામ માલ સામગ્રીનો વેપાર બંધ કરવાનો નિર્ણય લીધા છે. પરંતુ આ નિર્ણયથી પાકિસ્તાને પોતાના પગ પર જ ઘા કરી લીધા છે.

પાકિસ્તનનાં આ પગલાથી કોને, કેવી અને કેટલી અસર થશે 

પાકિસ્તાને વેપાર બંધ કરવાના નિર્ણય લઈ પોતાને જ નુકસાન પહોચાડવાની તૈયારી કરી લીધી છે. ઈમરાનખાન જોશમાં આવીને હોશ ગુમાવી બેઠા હોય એવુ લાગી રહ્યું છે. આવા નિર્ણયથી તે પોતાના જ દેશવાસિયોની રોજી રોટી છીનવા અને તેમને ભુખ્યા મારવાની રણનીતી બનાવી લીધા છે. કેમ કે પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય વેપાર સ્થગિત થવાને કારણે પાકિસ્તાનને જ સૌથી વધુ અસર થશે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન ભારતમાંથી જ અનેક આવશ્યક ચીજોની આયાત કરે છે. જ્યારે ભારત પાકિસ્તાન પર ઓછું નિર્ભર છે. આપને જણાવી દઈએ કે આ દાવો ભારતીય વેપાર નિષ્ણાંતો દ્વારા પાકિસ્તાન સરકાર દ્વારા રાજદ્વારી સંબંધોને ઘટાડવાની જાહેરાત કર્યા પછી કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનથી ભારતમાં આયાત
તાજા ફળ, સિમેન્ટ, ખનિજ,
તૈયાર ચામડું, અકાર્બાનિક રસાયણ,
કાચુ કપાસ, મસાલા, રબર, ઉન,
આલ્કોહલ પેચ, મેડિકલ ઉપકરણ,
સમુદ્ર સામગ્રી, પ્લાસ્ટીક, રમતગમતનો સામાન

ભારતથી પાકિસ્તાનમાં નિકાસ
ખાંડ,પેટ્રોલીયમ ઓઇલ
કાચુ કપાસ, રબર, ડાઇ, રસાયણ
ટામેટા, ટાયર,રસાયણ, કેક

જો બન્ને દેશો વચ્ચે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની વાત કરીએ તો બન્ને દેશો વચ્ચે જમીન માર્ગથી 138 વસ્તુઓનું ઈમ્પોર્ટ-એક્સપોર્ટ થાય છે. જયારે જમ્મુ-કાશ્મીર વાધા બોર્ડર પરથી ભારત-પાકિસ્તાનની વચ્ચે રોજ 50-60 ટ્રકો દ્વારા સામાનની અવર-જવર થાય છે. આ ઉપરાંત ભારતમાંથી પાકિસ્તાનમાં ખાંડ, ચા, ઓઈલ, કેક, પેટ્રોલિયમ ઓઈલ, કાચો કપાસ, સુતરઉ દોરો, ટાયર, રબ્બર, ડાઈ, રસાયણ સહિત 14 વસ્તુઓ મુખ્ય રૂપથી મોકલવામાં આવે છે…જ્યારે ભારત પાકિસ્તાનમાંથી કુલ 19 મુખ્ય ઉત્પાદોની આયાત કરે છે. જેમાં તાજા ફળો, સિમેન્ટ, મોટા પાયે ખનીજ, તૈયાર ચામડું, અકાર્બનિક રસાયણ, કાચો કપાસ, મસાલા, ઉન, રબ્બરની વસ્તુઓ, મેડિકલ ઉપકરણ, સમુદ્રી સામાન, પ્લાસ્ટિક અને રમતનો સામાન છે. તાજા ફળમાં પાકિસ્તાન ભારતને જામફળ, કેરી અને અનાનસ મોકલે છે.

પાકિસ્તાનથી આવનારા ડ્યુટી ફ્રી સિમેન્ટના આયાત પર સૌથી વધુ અસર પડી શકે છે.પરંતુ જો ભારત પણ પાકિસ્તાન સાથે સંપૂર્ણ રીતે વ્યાપાર બંધ કરી લે તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડશે. કારણ કે પાકિસ્તાન તાજા ફળો અને સિમેન્ટ સૌથી વધુ ભારતને એક્સપોર્ટ કરે છે.અને ભારત દ્વારા આ માલ ન લેતા તેની વેચાણ રોકોઈ જશે.જેથી પાકિસ્તાનને જ નુકસાન ભોગવવાનો વારો આવશે. આતો રહી જીવન જરૂરીયાત વસ્તુઓનો ઈમ્પોર્ટ એક્સપોર્ટની વાત. પરંતુ હવે બન્ને દેશ વચ્ચે દ્ધિપક્ષીય વેપારમાં નાણાની વાત કરીએ તો પાકિસ્તાને સૌથી વધુ અબજો રૂપિયાના કિંમતના સામનની નિકાસ કરી છે.

આવા છે દ્વિપક્ષીય વ્યાપાર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનાંઆયાત-નિકાસ(અબજ રૂપિયામાં)નાં આંકડા
2014-15   113.5   30.4
2015-16   142.9   28.8
2016-17   142.9   30.5
2017-18   124.0   31.5
2018-19   144.3   34.8

ભારત પાકિસ્તાનની વચ્ચે કુલ દ્વિપક્ષીય વ્યાપાર 2017-18માં 2.41 અબજ ડોલરનો રહ્યો, જયારે 2016-17માં 2.27 અબજ ડોલરનો વ્યાપાર થયો હતો. આ દરમિયાન ભારતે 2017-18માં 31.5 અબજ ડોલરનો સામાનની આયાત પાકિસ્તાનમાં કરી, જયારે 124 અબજ રૂપિયાના સામાનની નિકાસ કરવામાં આવી હતી. આ રીતે ભારતે 2018-19માં પાકિસ્તાનને 144.3 અબજ રૂપિયાની કિંમતના સામનની નિકાસ કરી તો 34.8 અબજ રૂપિયાની કિંમતનો સામાન ખરીદ્યો હતો.

પાકિસ્તાન અને ભારતના આર્થિક સ્થિતીની વાત કરીએ તો . વર્ષ 2017માં ભારત જયા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો. ત્યાં 2018-19માં જીડીપીના આધારે પાકિસ્તાન 39માં નંબરે હતો. 2018-19માં નાણંકીય વર્ષની શરૂઆતના 7 મહીના એટલે કે જુલાઈ 2018થી જાન્યુઆરી 2019ના આંકડા મુજબ ભારતે કુલ દ્વિપક્ષીય વ્યાપારના 79.33 ટકા હિસ્સાનો નિકાસ કર્યો છે..જુલાઈ 2018થી જાન્યુઆરી 2019ની વચ્ચે પાકિસ્તાનની ભારતથી કરવામાં આવતી આયાત વધી ગઈ. આ દરમિયાન 890.05 મિલિયન ડોલર સુધી આયાત કરવામાં આવી હતી, આ ગાળામાં નાણાકીય વર્ષ 2017-18માં 871.71 મિલિયન ડોલરની આયાત થઈ અને તેમાં 2.11 ટકાનો વધારો નોંધાયો હતો. બંને દેશોની વચ્ચે વ્યાપાર સાથે જોડાયેલા આંકડાઓ મુજબ અન્ય દેશોની સરખામણીમાં પાકિસ્તાનની ભારતમાંથી કરવામાં આવતી આયાત સતત વધી રહી છે. આ વધારો પાકિસ્તાન માટે નકારાત્મક સાબિત થઈ રહ્યો છે.

પાકિસ્તાન તરફથી દ્વિપક્ષીય વેપાર પર પ્રતિબંધ લગાડવાના નિર્ણયથી ભારતના નફા નુકસાનની વાત કરીએ તો પાકિસ્તાનના આ નિર્ણયથી ભારતને આર્થિક રીતે થોડું નુકસાન થઈ શકે છે. પરંતુ સૌથી વધુ અસર પાકિસ્તાનને જ થવાની છે..બન્ને દેશો વચ્ચેના આ તણાવને લઈ વર્લ્ડ બેન્કે પણ એક રિપોર્ટ બહાર પાડી હતી ..જેમા જણાવવામાં આવ્યુ છે કે જો બંને દેશોની વચ્ચેનો તણાવ ખત્મ થઈ જાય તો દ્વિપક્ષીય વ્યાપાર 2 બિલિયન ડોલરથી 35 બિલિયન ડોલર સુધી વધી શકે છે…આપને જણાવી દઈએ કે ગત વર્ષે વર્લ્ડ બેન્ક તરફથી કરવામાં આવેલા સ્ટડી મુજબ જાણવા મળ્યું છે કે સીમા પર ફળો અને શાકભાજીઓની અવર-જવર પર પ્રતિબંધથી ભારતીય ખેડૂતોને તેમના ઉત્પાદો સસ્તામાં વેચવા પડે છે, જયારે પાકિસ્તાનમાં માલ ન પહોંચવા પર અહી ચીજ ખૂબ જ મોંઘી થઈ જાય છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભારત સાથે રાજકીય સંબંધ અને દ્વિપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.

મહત્વનુ છે કે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વેપાર સ્થગિત કર્યા હતા. ભારતે પડોશી દેશની એમએફએન દરજ્જા નાબૂદ કરી અને તેના ઉત્પાદનો પર 200 ટકા આયાત ડ્યૂટી વધારી હતી..આને લીધે માર્ચ 2019 માં પાકિસ્તાનથી ભારતની નિકાસમાં લગભગ 92 ટકાનો ઘટાડો થયો હતો.અને હવે પાકિસ્તાને બન્ને દેશો વચ્ચે સંબધ સુધારવાની જગ્યાએ વધુ ખરાબ કરવામાં લાગી ગયા છે..જો પાકિસ્તાનના પોતાના નિર્ણયમાં કોઈ ફેરફઆર નહી કરે તો પાકિસ્તાનને વધુ નુકશાન ભોગવવાની સ્થિતી આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.