રાજ્યમાં ચારે દિશાઓમાં વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે, ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે તો ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તામાં ગાબડા પડી ગયા છે. વરસાદી સીઝનમાં જ્યારે ઘરની બહાર નિકળવામાં તકલીફ પડતી હોય છે ત્યારે લોકો પોતાના કામને બાદમાં કરવાનો નિર્ણય કરતા ઘરમાં જ રહેવાનુ પસંદ કરતા હોય છે ત્યારે જે ઘરમાં આપણે રહેતા હોય તે ઘર જ ધરાશાયી થઇ જાય ત્યારે શું કરવુ એક મોટો સવાલ બની જાય છે. અમદાવાદનાં નરોડા ગામમાં કઇક આવી જ ઘટના બનવા પામી છે. જ્યા એક મકાન ધરાશાયી થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. મકાન ધરાશાયી થવા પાછળ સતત પડી રહેલો વરસાદ કારણ બતાવવામાં આવી રહ્યુ છે. જો કે રાહતની વાત એ રહી કે મકાન તૂટતા કોઇ જાનહાની થઇ નથી.
એક નજરે જોતા ખ્યાલ આવે છે કે કાચુ બાંધકામ હોવાના કારણે આ મકાન તૂટી પડ્યુ હતુ. જો કે તે કહેવુ હાલમાં ઉતાવળ કહેવાશે, પરંતુ અહી એક વાત સારી રહી કે જે સમયે મકાન ધરાશાયી થયુ ત્યારે મકાનની અંદર કોઇ હાજર નહોતુ. જેના કારણે કોઇ જાનહાની થઇ નથી. સુત્રોનું કહેવુ છે કે, મકાન ધરાસાયી થયુ ત્યારે ભયાનક અવાજ પણ આવ્યો હતો. જેના કારણે ઘરની અંદર બેઠેલા લોકો બહાર આવી ગયા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
