Not Set/ ‘એક રાષ્ટ્ર-એક રેશન કાર્ડ’ 4 રાજ્યોમાં અમલી, ટૂંક સમયમાં આખા દેશમાં કરાશે લાગુ

સરકારે ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ‘ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. શુક્રવારે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાત, મહારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબીલીટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતા, તેનો અમલ દેશભરમાં કરવામાં આવશે. આ યોજના લાગુ પડ્યા બાદ, દેશભરમાં રેશનકાર્ડ માન્ય રહેશે. સરકારને આશા છે કે આનાથી ભ્રષ્ટાચાર […]

Top Stories

સરકારે ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ‘ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. શુક્રવારે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાત, મહારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબીલીટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતા, તેનો અમલ દેશભરમાં કરવામાં આવશે. આ યોજના લાગુ પડ્યા બાદ, દેશભરમાં રેશનકાર્ડ માન્ય રહેશે.

સરકારને આશા છે કે આનાથી ભ્રષ્ટાચાર પર કાબૂ આવશે, સાથે સાથે રોજગાર અથવા અન્ય કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબ અને પછાત લોકો સબસિડીવાળા અનાજથી વંચિત નહિ રહે.  અને આ ફેરફારથી એક કરતા વધારે કાર્ડ ધરાવનારની પણ સંભાવના  દૂર થઇ જશે.

પરપ્રાંતિય અને પ્રવાસી મજૂરોને તેનો સૌથી વધુ ફાયદો થશે, તેવો દાવો કરતા રામવિલાસ પાસવાને કહ્યું હતું કે ‘તેઓને સંપૂર્ણ અન્ન સુરક્ષા મળશે. આનાથી લાભાર્થીઓને સ્વતંત્રતા મળશે, અને હવે તેઓ એક યા બીજી રેશનીંગની દુકાનથી અનાજની ખરીદી કરી શકશે. તેનાથી ભ્રષ્ટાચારને પણ કાબૂમાં રાખી શકાશે.

આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, ખાદ્ય મંત્રાલય તમામ કાર્ડ્સનો એક સેન્ટ્રલ ડેટાબેસ બનાવશે, જે ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવામાં મદદરૂપ થશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ 22 માર્ચ 2018 ના રોજ અહેવાલ આપ્યો હતો કે, કેન્દ્ર સરકાર જીએસટીઆઈએનની તર્જ પર રેશનકાર્ડ્સનું રીઅલ-ટાઇમ ઓન લાઈન ડેટાબેઝ બનાવવાનું વિચારી રહી છે.

ખાદ્યમંત્રાલયે જણાવ્યું છે કે આઇએમપીડીએસ પહેલેથી જ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરામાં અમલમાં છે, જ્યાં કોઈપણ લાભાર્થી કોઈપણ જિલ્લામાંથી રેશનનો હિસ્સો મેળવી શકે છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ગરીબોના હિતમાં તેનો અમલ કરવા અપીલ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન