બોલિવુડ અભિનેતા રાહુલ બોઝ દ્વારા એક હોટલમાં મંગાવવામાં આવેલા કેળાનો વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં કેળા નહી પણ તેના બિલને લઇને ચર્ચા તેજ બની હતી. રાહુલે હોટલમાં બે કેળા મંગાવ્યા હતા જેનુ બિલ 442 રૂપિયા આવ્યુ હતુ. જેને મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ચંદીગઢનાં ડેપ્યુટી કમિશ્નર, એક્સાઇઝ-ટેક્સેશન કમિશ્નર મંદિપ સિંહ બરારે હોટલ વિરુદ્ધ તપાસનાં આદેશ આપ્યા હતા, જે અંતર્ગત હોટલને આ મામલે રૂપિયા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાહુલ બોઝ ચંડીગઢમાં પોતાની એક ફિલ્મની શૂટિંગ આવ્યા હતા. શૂટિંગ દરમિયાન તે ચંડીગઢની જે ડબ્લ્યૂ મેરિયાટમાં રોકાયા હતા. તેમણે આ વીડિયોમાં પોતાનો રૂમ પણ બતાવ્યો હતો. સાથે બતાવ્યુ કે, તેમણે વર્કઆઉટ બાદ ખાવા માટે 2 કેળા ઓર્ડર કર્યા જેનું બિલ 442 રૂપિયાનું આવ્યુ હતુ. 2 કેળાનું આટલુ બધુ બિલ જોઇ ગુસ્સે હોવાનું બતાવતા રાહુલ બોઝએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યુ હતુ કે આ વાતને માનવા માટે તમારે આ જોવુ પડશે. કોણ કહે છે કે ફળ ખતરનાક નથી હોતા? જરા આમને પુછો. ત્યાર બાદથી જ આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ દેખાયો હતો અને લોકોએ તેને શેર પણ કર્યો હતો. જો કે હવે હોટલને આ મામલે 25 હજા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે એક્સાઇઝ અને ટેક્સ ડિપાર્ટમેન્ટ્સ ટીમે વેચાણનાં તમામ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરી લીધા છે અને તેની વધુ તપાસ ચાલી રહી છે. હોટલ દ્વારા ટેક્સ રૂપે આટલુ મોટુ બિલ ઉતારવા પર હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ્સ તપાસ કરશે કે હોટલ આ ટેક્સને જમા કરાવતુ હતુ કે નહી. તેટલુ જ નહી આસિસ્ટન્ટ એક્સાઇઝ અને ટેક્સ કમિશ્નરે જણાવ્યુ હતુ કે, તાજા ફળો પર કોઇ ટેક્સ લગાવવામાં આવતો નથી, તે ટેક્સ ફ્રી હોય છે. ત્યારે હવે તપાસનો વિષય રહેશે કે હોટલે તેના પર કયો ટેક્સ લગાવ્યો હતો.
You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB
— Rahul Bose (@RahulBose1) July 22, 2019
ઉલ્લેખનીય છે કે, ચમેલી, દિલ ધડકને દો, ઝનકાર બીટટ્સ અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સમાં એક્ટિંગ કરી ચુકેલા રાહુલ બોઝે એક વીડિયો પોસ્ટ કરી હોટલની મનમાનીને ઉજાગર કરી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમા તે 2 કેળા અને તેના બિલને બતાવતા નજરમાં આવી રહ્યા હતા. આ મામલાને જોતા એક સવાલ જરૂર ઉભો થાય છે કે, શું આવી રીતે જ હોટલ ઓથોરિટી પોતાના ગ્રાહકોને છેતરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
