ચોમાસું 2019 રાજ્યભરમાં જોરશોર સાથે જામ્યું હોય તેવી હાલત જોવામાં આવી રહી છે. પહેલા રાઉન્ડમાં ઘમાકેદાર બેટીંગ બાદ, બીજા રાઉન્ડમાં પણ હેઇસ્કોર નોંધાવી રહેલો મેઘો મન મુકીને રાજ્યભરમાં વરસી રહ્યો છે. અને રાજ્યમાં સાર્વત્રિક મેઘ મલ્હાર યથાવત જોવામાં આવી રહી છે.
▪રાજ્યના 228 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
▪રાજકોટમાં 17 ઇંચ, બરવાળા માં 15 ઇંચ, મહુધા- ધંધુકામાં 13 ઈચ, કડી ગઢડામાં 12 ઈચ, રાણપુર ગલતેશ્વર માં 10 ઇંચ વરસાદ
▪રાજ્યના ૯૮ તાલુકાઓમાં ચાર ઈચથી વધુ વરસાદ
▪રાજયનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા નોધાયો: સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા સરેરાશ વરસાદ થયો

1થી 17 ઇંચની ઘમાકેદાર ઇનીંગ
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદી માહૌલ વચ્ચે સાર્વત્રિક રીતે મેઘ મલ્હાર યથાવત રાખી છે. જેમાં રાજકોટમાં 17 ઇંચ, બરવાળા તાલુકામાં 15 ઇંચ, મહુધામાં 13, અને ધંધુકામાં 13, કડીમાં 12, ગઢડામાં 12, રાણપુરમાં 11 અને ગલતેશ્વરમા 11 ઇંચ કુલ બે જીલ્લામાં 10 ઇંચ ઇંચ જેટલો, ચુડામાં 242 મી.મી અને કલોલમાં 228 મી.મી મળી કુલ બે જીલ્લામાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે
અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 10 ઓગસ્ટ અને સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધાંગધ્રા તાલુકામાં 211મી.મી,જોટાણામાં 210 મી.મી, વલ્લભીપૂરમાં 205 મી.મી, નાંદોદમાં 201મી.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જયારે ડેડીયાપાડા 192મી.મી, રાપર 109મી.મી, થાનગઢમા 186 મી.મી, વઢવાણમાં 185 મી.મી, ગોધરામાં 184મી.મી, ગાધીધામમાં180 મી.મી,સાણંદમાં 180મી.મી, ઉમરાળામાં 180 મી.મી.,કઠલાલ ૧૭૭ મી.મી, મહેસાણામાં 178 મી.મી,આણંદમાં 171 મી.મી, ભચાઉમાં 173 મી.મી,રાજકોટમાં 171મી.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

અનેક તાલુકામાં અનરાધાર
આ ઉપરાંત રાજ્યના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા,ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે લાલપુર,જેતપુરપાવી, માતર ,જોડીયા મહેમદાવાદ,ખંભાત,જાંબુધોડા, ગોંડલ, બોરસદ,ધનસુરા,સુબીર, માંગરોળ, દસાડા,અમદાવાદ શહેર, સાયલા,હાલોલ, કરજણ,લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ 30 તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે
કોઇ કોરુ ન રહ્યું
આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી,અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ,જામનગર, પાટણ,આંકલાવ, પ્રાંતિજ ,જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 30 તાલુકાઓમાં 3 ઈચથી વધુ ,અન્ય 51 તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય 46 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આવી છે રાજ્યમાં મૌસમના વરસાદની સ્થિતિ
આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
