અરબી સમુદ્રમાં ડીપ્રેશનના કરને દરિયો તોફાની બનવાની હવામાન વિભાગની આગાહીને પગલે અરબી સમુદ્રમાં દરિયા કાઠે ઠેર ઠેર સિગ્નલો લગાવવામાં આવ્યા છે. જેમાં દ્વારકા અને જુનાગઢ જીલ્લાના દરિયા કાંઠાના બંદરોમાં ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જયારે જાફરાબાદ બંદર પર 1 નંબર નુ સિગ્નલ લગાવવા મા આવ્યુ છે.
સમુદ્ર મા ડિપ્રેસર ના કારણે તકેદારી ના ભાગ રૂપે 1 નંબર નુ સિગ્નલ લગાવ્યુ છે. માછીમારી કરતા માછીમારોને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. માત્ર તકેદારી માટે લગાવ્યુ છે. હાલ દરિયો સંપુણ નોર્મલ છે.
સાથે જ દ્વારકા ના ઓખા , સલાયા અને વાડીનાર બંદર પર બે નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં સાયક્લોન ની અસર થતા સાવચેતી ના ભાગ રૂપે બે નંબર નું સિગ્નલ લગાવાયું. છે. અરબી સમૂદ્રમા સંભવીત વાવાઝોડાને લઇ વેરાવળ અને માંગરોળ બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.
માછીમારોને પણ દરિયો નહી ખેડવા સુચના આપવામાં આવી છે. માંગરોળ બંદર ઉપરથી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની કાર્યવાહી શરૂ કરાઇ. તંત્રએ માછીમારોને નજીકના બંદર પર ખસી જવાની સુચના આપી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
